ગુજરાત/ જૂનાગઢની જેલમાં હવાલદાર પર હુમલો કરનાર 17 વર્ષે ઝડપાયો

આરોપીએ રાજકોટ મધ્યસ્થ જેલમાં 16-9-2006 દરમિયાન વહેલી સવારે સહ આરોપી સાથે મળી ડુબલીકેટ ચાવી વડે દરેકનું તાળું ખોલ્યું હતું અને ધાબા પરથી ભાગવાની કોશિશ કરી હતી.

Gujarat Surat Trending

@અમિત રૂપાપરા 

વર્ષ 2004માં સચિન વિસ્તારમાં હથિયાર  સાથે ધાડના ગુનામાં સજા પામેલા પાકા કામનો કેદી વર્ષ 2006માં જુનાગઢ મધ્યસ્થ જેલના હવલદાર પર હુમલો કરી જેલ તોડી ભાગી ગયો હતો. ત્યારે આ મામલે 17 વર્ષ બાદ આરોપીની ધરપકડ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી છે. 17 વર્ષથી આરોપી પોતાની ઓળખ છુપાવીને રહેતો હતો અને દિલ્હી ખાતેથી આરોપીને પકડવામાં સુરત ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપી ભુજબલ કેવટની ધરપકડ નવી દિલ્હીના ત્રીરમપુર ખાતેથી કરવામાં આવી છે.

આરોપીએ રાજકોટ મધ્યસ્થ જેલમાં 16-9-2006 દરમિયાન વહેલી સવારે સહ આરોપી સાથે મળી ડુબલીકેટ ચાવી વડે દરેકનું તાળું ખોલ્યું હતું અને ધાબા પરથી ભાગવાની કોશિશ કરી હતી. તેમાં આરોપી ભાગવામાં નિષફલ નિવડ્યો હતો અને ત્યારબાદ મેઇન ગેટથી ભાગવાની કોશિશ કરતા તેને હવલદાર દ્વારા રોકવામાં આવ્યો હતો. ત્યારે આરોપીએ હવાલદારના મોઢા પર ડૂચો મારીને તેને ઝાડ સાથે બાંધી દીધો હતો અને ત્યારબાદ હવાલદાર પાસેથી મેઈન ગેટની ચાવી ઝૂંટવીને દરવાજો ખોલી ભાગી ગયો હતો.

મહત્વની વાત છે કે, આ મામલે જૂનાગઢના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપી સામે ફરિયાદ દાખલ થઈ હતી અને તે પોલીસથી બચવા માટે ઉત્તર પ્રદેશ અને દિલ્હી ભાગી ગયો હતો. ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે આરોપી ભુજબલ કેવટની ધરપકડ દિલ્હીથી કરવામાં આવી છે અને આરોપી સામે જુનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હોવાના કારણે તેને જુનાગઢ પોલીસને સોંપવાની વધુ તજવીજ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો:લગ્નની ખરીદી સમયે જ વરરાજાની હત્યા,આવું હતું કારણ….

આ પણ વાંચો:સરકારી કર્મીઓ હવે જીઓ દિલ સે…ગુજરાત સરકારમાં હવે જીઓની એન્ટ્રી

આ પણ વાંચો:કોન્સ્ટેબલની ફરિયાદમાંથી ધારાસભ્ય પૂત્રનું નામ ગાયબ,રાજકીય નુકસાન પહોંચાડવાનું ષડ્યંત્ર: MLA

આ પણ વાંચો:ગુજરાતમાં મહિલાઓને સુરક્ષિત અને અનુકૂળ ધંધા – સ્વરોજગાર વાતાવરણ આપવામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ

આ પણ વાંચો:જામનગરમાં સગી માતા પર જ પુત્રએ કર્યો બળાત્કાર