બળાત્કાર/ જામનગરમાં સગી માતા પર જ પુત્રએ કર્યો બળાત્કાર

રાજ્યમાં બળાત્કારનો ચકચાર જગાવતો અને હચમચાવી નાંખતો કિસ્સો સામે આવ્યો છે. જામનગરમાં સગી માતા પર પોતાના જ દીકરાએ દુષ્કર્મ કર્યુ છે. આ દુષ્કર્મથી હતપ્રભ થવા છતાં છેવટે માતાએ હિંમત કરીને પુત્ર સામે ફરિયાદ નોંધાવી છે.

Gujarat
Rape જામનગરમાં સગી માતા પર જ પુત્રએ કર્યો બળાત્કાર

જામનગર: રાજ્યમાં બળાત્કારનો ચકચાર જગાવતો અને હચમચાવી નાંખતો કિસ્સો Mother-Rape સામે આવ્યો છે. જામનગરમાં સગી માતા પર પોતાના જ દીકરાએ દુષ્કર્મ કર્યુ છે. આ દુષ્કર્મથી હતપ્રભ થવા છતાં છેવટે માતાએ હિંમત કરીને પુત્ર સામે ફરિયાદ નોંધાવી છે. સમગ્ર વિસ્તારમાં આ સમાચાર ફેલાતા લોકો દીકરા પર ફિટકાર વરસાવી રહ્યા છે. હાલ સ્થાનિક પોલીસે પુત્રની ધરપકડ કરીને રિમાન્ડ માટે તજવીજ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, જામનગરમાં આધેડવયની માતા પોતાના Mother-Rape ઘરમાં જ સૂઇ રહી હતી. તે દરમિયાન રાતના સાડા બાર વાગ્યાની આસપાસ તેનો સગો દીકરો નશાની હાલતમાં આવ્યો હતો. આ નશામાં ધૂત દીકરાએ માતા સાથે સૂઇને દુષ્કર્મ આચર્યુ હતુ. માતાએ વિરોધ કર્યો છતાં પુત્રએ જબરદસ્તી કરી હતી. થોડા સમયમાં માતા ત્યાંથી ભાગવામાં સફળ થઇ હતી.

આના પછી બીજે દિવસે માતાએ જ પુત્રની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે Mother-Rape તેની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી છે. બીજી બાજુ માતાનું તબીબ પરીક્ષણ કરાવવામાં આવી રહ્યુ છે. નોંધનીય છે કે, આ આરોપી પુત્રનો ઇતિહાસ ગુનાહીત રહ્યો છે. તેની સામે મારામારી તેમજ દારૂના ગુના પણ નોંધાયેલા છે. હાલ આ કિસ્સાની ચર્ચા ચારેકોર થઇ રહી છે.

 

આ પણ વાંચોઃ નકલી મરચા ઝડપાયા/ રાજયમાં ભેળસેળવાળા મરચા નહી પણ નકલી મરચાનો જ ધમધમતો કારોબાર

આ પણ વાંચોઃ બ્લાસ્ટ/ અમૃતસર ગોલ્ડન ટેમ્પલ પાસે 36 કલાકમાં 2 બ્લાસ્ટ, શું કોઈ મોટું ષડયંત્ર?

આ પણ વાંચોઃ નકલી મરચા ઝડપાયા/ રાજયમાં ભેળસેળવાળા મરચા નહી પણ નકલી મરચાનો જ ધમધમતો કારોબાર