નકલી મરચા ઝડપાયા/ રાજયમાં ભેળસેળવાળા મરચા નહી પણ નકલી મરચાનો જ ધમધમતો કારોબાર

રાજ્યની ગૃહિણીઓને મરચા જો મોળા લાગે તો ચોંકવાની જરૂર નથી, તેઓએ તો સમજી લેવું પડશે કે આ ભેળસેળનો પ્રતાપ છે. રાજ્યમાં ભેળસેળિયાઓનો સમાંતર ઉદ્યોગ એટલો વિકસ્યો છે કે આરોગ્ય વિભાગે હવે દરેક વસ્તુની ભેળસેળ ચકાસવા માટે ઓવરટાઇમ કરવાનો સમય આવ્યો છે.

Top Stories Gujarat
Duplicate chilly રાજયમાં ભેળસેળવાળા મરચા નહી પણ નકલી મરચાનો જ ધમધમતો કારોબાર

મહેસાણા: રાજ્યની ગૃહિણીઓને મરચા જો મોળા લાગે Duplicate Chillies તો ચોંકવાની જરૂર નથી, તેઓએ તો સમજી લેવું પડશે કે આ ભેળસેળનો પ્રતાપ છે. રાજ્યમાં ભેળસેળિયાઓનો સમાંતર ઉદ્યોગ એટલો વિકસ્યો છે કે આરોગ્ય વિભાગે હવે દરેક વસ્તુની ભેળસેળ ચકાસવા માટે ઓવરટાઇમ કરવાનો સમય આવ્યો છે.  રાજકોટમાંથી બનાવટી પનીરના સમાચાર હમણા જ આવ્યા છે ત્યાં હવે ભેળસેળવાળા નહી નકલી મરચાના સમાચાર આવ્યા છે. સામાન્ય રીતે લોકોએ નકલી માર્કશીટ કે નકલી રેશનકાર્ડ કે આધારકાર્ડના સમાચાર સાંભળ્યા હશે, પણ હવે તો નકલી ભેળસેળિયા નહી સીધા નકલી મરચા જ મળવા માંડ્યા છે. આમ ભેળસેળ હવે ભૂતકાળની વાત બની ગઈ છે.

રાજ્યમાં નકલી ખાદ્ય વસ્તુઓ સામે આરોગ્ય વિભાગે તવાઈ બોલાવી છે. Duplicate Chillies લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતાં વેપારીઓ સામે આરોગ્ય વિભાગે દંડો ઉગામ્યો છે. નકલી પનીર બાદ હવે મહેસાણામાંથી નકલી મરચાનો જથ્થો પકડાયો છે. 758 કિલો કલર ચડાવેલું નકલી મરચું પકડાયું છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે વિજાપુરમાં રેડ પાડતાં નકલી મરચાનો પર્દાફાશ થયો હતો.

આમ હવે માર્કેટમાંથી મસાલાની ખરીદી કરનારી ગૃહિણીઓએ સાવધ Duplicate Chillies રહેવાનો સમય આવી ગયો છે. મહેસાણામાંથી નકલી મરચાંનો જથ્થો પકડાયો છે. 758 કિલો કલર ચડાવેલું નકલી મરચું પકડાયું છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે વિજાપુરમાં રેડ કરી હતી. વિજાપુર હિંમતનગર હાઈવે પર આ કારોબાર ચાલતો હતો. પ્લોટ નંબર 42માં નકલી મરચાનો ગોરખધંધો ચાલતો હતો. મહેશ પુનમચંદ મહેશ્વરી નામનો આરોપી નકલી મરચું બનાવતો હતો. સ્થળ પરથી 5 લાખ કરતા વધુ નકલી મરચું પકડાયું છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે બાતમીના આધારે બે દિવસ સુધી સ્થળ પાસે રેકી કરી હતી. જે બાદ મોડી રાત્રે દરોડો પાડીને સફળ ઓપરેશન પાર પાડ્યું હતું.

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે વિજાપુરમાં રેડ કરી હતી. વિજાપુર હિંમતનગર Duplicate Chillies હાઈવે પર આ કારોબાર ચાલતો હતો.સ્થળ પરથી પાંચ લાખ કરતા વધુ નકલી મરચું પકડાયું છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે બાતમીના આધારે બે દિવસ સુધી સ્થળ પાસે રેકી કરી હતી. જે બાદ મોડી રાત્રે દરોડો પાડીને સફળ ઓપરેશન પાર પાડ્યું હતું.

આ પણ વાંચોઃ Vapi-Murder/ વાપીમાં ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલની જાહેરમાં ગોળી મારી હત્યા

આ પણ વાંચોઃ ગુજરાત/ સુરતમાં લૂન્સના ખાતાના કામ કરતા કર્મચારીને વીજ કરંટ લાગતા મોત

આ પણ વાંચોઃ PIA Plane/ ખરાબ હવામાનના લીધે ભારતીય હવાઈસીમામાં પ્રવેશેલા પાક પ્લેન પર ચાંપતી નજર રાખતું IAF