વાપી: સૌરાષ્ટ્રની જેમ દક્ષિણ ગુજરાત પણ હવે Vapi-Murder ગુનાખોરીનું ગઢ બનવા માંડ્યુ લાગે છે. સરેઆમ કોઈ વ્યક્તિને ખતમ કરી દેવાય છે. વાપી તાલુકાના ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલની ફાયરિંગ કરીને સરેઆમ જાહેરમાં હત્યા કરવાનો સનસનીખેજ બનાવ બન્યો છે. હવે જો ભાજપના નેતાની જ સલામતી ન હોય તો પછી સામાન્ય લોકોની સલામતીની તો બાંયધરી જ ક્યાં રહી.
શાસક પક્ષ ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલ કુટુંબ Vapi-Murder સાથે મંદિરે દર્શન કરવા ગયા હતા. આ દરમિયાન બે બાઇક પર આવેલા અજાણ્યા શખ્સો ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા. તેમની હત્યા જૂની અંગત અદાવતમાં થઈ હોવાની આશંકા છે. આ અંગે મળતી માહિતી મુજબ રાતામાં તાલુકા ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલ પોતાના કુટુંબ સાથે મંદિરે દર્શન કરવા ગયા હતા. તેમના સમગ્ર કુટુંબે મંદિરમાં દર્શન કર્યુ હતુ. શૈલેષ પટેલ તેમની કારમાં અંદર બેઠા હતા. તે સમયે બે બાઇક પર અજાણ્યા શખ્સો આવ્યા હતા અને તેમણે શૈલેષ પટેલ પર ધડાધડ ગોળીઓ છોડી હતી. તેમણે શૈલેષભાઈના શરીરને ગોળીઓથી ચાળણી કરી નાખ્યું હતું.
આ ઘટનાના પગલે તેમને તરત જ વાપીની હોસ્પિટલ લઈ Vapi-Murderજવાયા હતા. તેમને ત્યાં ડોક્ટરોએ મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. આ ઘટનાના પગલે વાપી પોલીસ હરકતમાં આવી ગઈ છે. તેણે ગુનેગારોને પકડવા માટે વાપીની નાકાબંધી કરી છે. આ સિવાય સુરત જતાં બધા રસ્તાઓ પર પણ પોલીસ દેખરેખ રાખી રહી છે. તેની સાથે પોલીસ શકમંદોની પૂછપરછ પણ કરી રહી છે. પોલીસ પ્રાથમિક તારણ મુજબ અંગત અદાવતને આ હુમલા માટે કારણભૂત માને છે, પરંતુ આમ છતાં પણ તે હત્યાના દરેક પાસાની ચકાસણી કરી રહી છે. રાજકારણી હોવાના લીધે આ હત્યા પાછળ અનેક રહસ્યો બહાર આવી શકે તેમ મનાય છે. આ સિવાય કેટલાય રહસ્યો ધરબી દેવા માટે પણ તેમની હત્યા કરવામાં આવી હોઈ શકે તેમ પોલીસ માને છે.
આ પણ વાંચોઃ PIA Plane/ ખરાબ હવામાનના લીધે ભારતીય હવાઈસીમામાં પ્રવેશેલા પાક પ્લેન પર ચાંપતી નજર રાખતું IAF
આ પણ વાંચોઃ કર્ણાટક ચૂંટણી/ કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પ્રચારનો આજે અંતિમ દિવસ
આ પણ વાંચોઃ નારાજગી/ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતના નિવેદનથી વસુંધરા રાજે નારાજ,કહી આ મોટી વાત
