Election/ છેલ્લી ટર્મના 10 કોર્પોરેટર રિપીટ, 28 કપાયા, જોઇ લો આ રહ્યા તમામનાં નામ

ભાજપનાં પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા સ્પષ્ટ કરી દેવામાં આવ્યું હતું કે, 3 મહત્વનાં નિર્ણયોને ધ્યાનમાં રાખીને જ તમામ બેઠક પર ઉમેદવારો જાહેર કરવામાં આવશે.

Top Stories Gujarat Rajkot
bjp rmc છેલ્લી ટર્મના 10 કોર્પોરેટર રિપીટ, 28 કપાયા, જોઇ લો આ રહ્યા તમામનાં નામ

ભાજપનાં પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા સ્પષ્ટ કરી દેવામાં આવ્યું હતું કે, 3 મહત્વનાં નિર્ણયોને ધ્યાનમાં રાખીને જ તમામ બેઠક પર ઉમેદવારો જાહેર કરવામાં આવશે. યાદ અપાવી દઇએ કે, 1) 60 વર્ષની ઉપરનાં નહી, 2)કોઇ સગા-વહાલા-સબંધી નહી, અને 3) 3 ટર્મથી કોર્પોરેટર હોય તેવા નહીં આવો હતો ભાજપનાં પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં લેવામાં આવેલ નિર્ણય. પ્રદેશ ભાજપ દ્વારા જ્યારે રાજકોટ મનપાના મુરતીયાઓ ફાઇનલ કરી દેવામાં આવ્યા છે, ત્યારે સામાન્ય માણસમાં ઉત્સુખતા છે કે જાહેર કરેલા 3 નિયમોની ઉમેદવારી યાદીમાં કેવી અસરો છે.

આપને જણાવી દઇએ કે, ભાજપમાં છેલ્લી ટર્મનાં 28 કોર્પોરેટરની ટિકિટ કપાઈ છે. સામે 10 કોર્પોરેટરને રિપીટ કરાયા છે. વોર્ડ પ્રમાણે નજર કરવામાં આવેતો વોર્ડ નંબર 1માં એક કોર્પોરેટર રિપીટ થયા છે. જો કે આ વોર્ડમાં મહિલા કોર્પોરેટરના પતિને ટિકિટ મળી હોવાનું સામે આવી રહ્યું છે. વોર્ડ નંબર 2માં ત્રણ કોર્પોરેટર રિપીટ થયા છે. વોર્ડ નંબર 4 અશ્વિન મોલીયાની ટિકિટ કપાઈ છે. વોર્ડ નંબર 5 ચારેય કોર્પોરેટરની ટિકિટ કપાઈ છે અને તમામ નવા દાવેદારોને ચાન્સ આપવામાં આવ્યો છે. વોર્ડ નંબર 6 દેવુ જાદવ રિપીટ થયા છે, જ્યારે બાકીનાં ત્રણ કોર્પોરેટરની ટિકિટો કપાઇ છે. વોર્ડ નંબર 7નાં ચારેય કોર્પોરેટરની ટિકિટ કપાઈ છે. જો કે, ફરી એક વખત કશ્યપ શુક્લના બદલે નેહલ શુક્લને ટિકિટ આપવામાં આવી છે. વોર્ડ નંબર 8માં ચારેય કોર્પોરેટર કપાયા છે. વોર્ડ નંબર 9માં પુષ્કર પટેલ રિપીટ થયા અને અન્ય ત્રણની ટિકિટ કપાઇ છે. વોર્ડ નંબર 10 ત્રણમાંથી એક રિપીટ કરાયા છે બાકીની બાદબાકી થઇ છે. વોર્ડ નંબર 13માં બે રિપિટ કરાયા છે અને બે નવા ચહેરાને સ્થાન મળ્યું છે. વોર્ડ નંબર 14 એક રિપિટ થયા છે અને ત્રણ કપાયા છે.

રાજકોટ કોર્પોરેશનમાં આ 28 કોર્પોરેટરોની ટિકિટ કપાઈ

વોર્ડ નંબર 1
1.આશિષ વાગડિયા
2.બાબુભાઈ આહિર
3 અંજના મોરજરિયા

વોર્ડ નંબર-2
4 સોફીયા દલ

વોર્ડ નંબર 4
5. અશ્વિન મોલીયા

વોર્ડ નંબર-5
6 અનિલ રાઠોડ
7 દિપ્તિબેન પનારા
8 અરવિંદ રૈયાણી
9.દક્ષાબેન ભેસણિયા

વોર્ડ નંબર-6
10, દલસુખભાઈ જાગાણી
11 મુકેશ રાદડીયા
12 સજુબેન રબારી

વોર્ડ નંબર-7
13.કશ્યપ શુકલ
14 હિરલ બેન મહેતા
15 મિનાબેન પારેખ
16 અજય પરમાર

વોર્ડ નંબર-8
17 નિતિન ભારધ્વાજ
18 રાજુભાઈ અઘેરા
19 જાગૃતિબેન ઘાડિયા
20 વિજયાબેન વાછાણી

વોર્ડ નંબર-9
21 કમલેશ મિરાણી
22 રૂપાબેન શિલુ
23 શિલ્પાબેન જાવીયા

વોર્ડ નંબર 10
24 અશ્વિન ભોરણિયા
25 બિના બેન આચાર્ય

વોર્ડ નંબર 14
26 ઉદય કાનગડ
27 જયમન ઉપાધ્યાય
28.કિરણબેન સોરઠિયા

ઉપરોક્ત યાદી પર નજર કર્યે તો ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા 3 મહત્વનાં નિર્ણયોનો ઉમેદવારોની પસંદગીમાં મોટા ભાગે અમલ થયો હોવાનું જોવામાં આવે છે. જો કે, આ રાજકારણ છે અને ક્યાંક ક્યાંક તો સગ-વહાલા કે સબંઘીઓને નેતાનાં કદ પ્રમાણે સ્થાન આપવુ જ રહ્યું, જે યાદીમાં અપવાદ રુપે જોવામાં પણ આવી રહ્યું છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…