Rajkot/ મનપાના મુરતિયાને લઈને ભાજપમાં ભડકો, જાણો કોણે કોણે નોંધાવ્યો વિરોધ

આજરોજ પ્રદેશ કક્ષાએથી મુખ્યમંત્રી સાથેની બેઠકો બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે રાજકોટ મહાનગર પાલિકાના ભાજપના ઉમેદવારોના નામોની યાદી આજે જાહેર કરવામાં આવી હતી. રાજકોટના

Top Stories Gujarat
1

આજરોજ પ્રદેશ કક્ષાએથી મુખ્યમંત્રી સાથેની બેઠકો બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે રાજકોટ મહાનગર પાલિકાના ભાજપના ઉમેદવારોના નામોની યાદી આજે જાહેર કરવામાં આવી હતી. રાજકોટના સિનિયર દાવેદારોમાં આ યાદીના પગલે નારાજગી જોવા મળી રહી છે. ખાસ કરીને 38 કોર્પોરેટર માંથી 28 કોર્પોરેટરોની ટીકીટ કપાઇ ગઇ છે. જેને લઇને સિનિયર દાવેદારોમાં ઘરમાં ગરમી જોવા મળી રહી છે. વોર્ડ નંબર 14 ના ભાજપના પ્રમુખ અનિલ જોશીએ શહેર પ્રમુખ કમલેશ મીરાણી રાજીનામાની ચીમકી આપી ગાળો ભાંડી હોવાની ખબર સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ રહી છે.

Political / શંકરસિંહ વાઘેલાએ ભાજપ કાઉન્સિલરનો કર્યો સંપર્ક, પરંતુ….

જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદય કાનગડે કાર્યાલયનો દરવાજો બંધ રાખી મીડિયા અને અંદર સુધી પ્રવેશ કરવા માટે મનાઈ કરી દીધી હતી.ઉમેદવાર તરીકે નામ જાહેર કરવામાં આવતા અનિલ જોશીએ શહેર પ્રમુખ કમલેશ મીરાણીને ચાલુ પ્રેસ દરમિયાન ગાળો ભાંડી હતી બાદમાં છોડીને જતા રહ્યા હતા.તેઓની નારાજગીથી શહેર પ્રમુખ ડાઇનિંગ ચેરમેન સહિતના દિગ્ગજ નેતાઓ કાર્યાલયની ઓફિસમાં દરવાજો બંધ કરી અને જતાં રહ્યા હતા જ્યારે મીડિયાને અંદર પ્રવેશ માટે મનાઇ કરવામાં આવી હતી.

Rajkot / રાજકોટમાં ભાજપે મનપાના મુરતિયા નામ જાહેર કરતા ભડકો,38માંથી 28 કોર્પોરેટરોની ટિકિટ કપાઈ,આ રહી યાદી

ભાજપના દાવેદાર નરેન્દ્ર રાઠોડે જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષથી તેઓ રાજકોટ ભાજપમાં ઉપેક્ષિત થતા આવ્યા છે. રાજકોટ ભાજપમાં ભંડેરી, ભારદ્વાજ અને મીરાણીને તેઓ મળ્યા હતા.સીનીયોરીટી પ્રમાણે ટિકિટ આપવાની હા પાડવામાં આવી હતી છતાં પણ એ પ્રમાણે નિર્ણય લેવામાં આવ્યો નથી. ત્યારે તેઓએ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે મીડિયાના માધ્યમથી વિનંતી કરી હતી કે આ રીતે કરશે તો શહેર ભાજપ પડી ભાંગશે.

Election / ચૂંટણીની સાથે ચૂંટણી બહિષ્કારની મૌસમ પણ પૂરબહારમાં ખીલી

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…