Animal Husbandry/ પશુપાલન અને દૂધ ઉત્પાદન સુદ્રઢ બનાવવા રાજ્ય સરકારની 16.89 કરોડની સહાય

દેશમાં પશુપાલન અને દૂધ ઉત્પાદનના મોરચે ગુજરાતની સ્થિતિને વધુ સુદ્રઢ બનાવવા રાજ્ય સરકારે જિલ્લા સહકારી દૂધ સંઘોને 16.89 કરોડની સહાય પૂરી પાડવાનો નિર્ણય લીધો છે.

Gandhinagar Top Stories Gujarat
YouTube Thumbnail 29 પશુપાલન અને દૂધ ઉત્પાદન સુદ્રઢ બનાવવા રાજ્ય સરકારની 16.89 કરોડની સહાય

ગાંધીનગરઃ દેશમાં પશુપાલન અને દૂધ ઉત્પાદનના મોરચે ગુજરાતની સ્થિતિને વધુ સુદ્રઢ બનાવવા રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે જિલ્લા સહકારી દૂધ સંઘોને 16.89 કરોડની સહાય પૂરી પાડવાનોનિર્ણય લીધો છે. તેના લીધે જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘોને વિવિધ પ્રકારની સહાય મળશે.

ગુજરાતના પશુપાલન મંત્રી રાઘવજી પટેલે રાજ્ય સરકારના નિર્ણયની વિગત આપતા જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારના જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘો કેટલફીડ ફેક્ટરીની સ્થાપના, એરીયા સ્પેસિફિક મિનરલ મિક્સર પ્લાન્ટની સ્થાપના, મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટની સ્થાપના, સાઇલેજ બેલિંગ યુનિટ હાર્વેસ્ટર કમ ચોપર સહિતની વિવિધ માળખાકીય સગવડ પૂરી પાડી શકવા આ સહાય કરી છે. જૂનાગઢ, મોરબી અને જામનગર જિલ્લા સહકારી દૂધ સંઘો માટે રાજ્ય સરકારે આ સહાય મંજૂર કરી છે.

રાજ્ય સરકારની આ સહાય સૌરાષ્ટ્ર-કચ્છના પશુપાલકોને દૂધનું સારું વળતર મેળવી આપવામાં મદદ કરશે અને પશુપાલનનો કારોબાર વધુ સુદ્રઢ બનશે. આ માટે જૂનાગઢ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘને બે એલએલપીડી પ્લાન્ટના નવીનીકરણ અને બે ટીપીડી પનીર પ્લાન્ટ સ્થાપના માટે રાજ્ય સરકારે 10.69 કરોડ રૂપિયાની સહાય મંજૂર કરી છે. આ પ્લાન્ટના ઓટોમેશનથી પ્રોડકશન કોસ્ટમાં ઘટાડો આવશેઅ જિલ્લાના દૂધ ઉત્પાદકોની આવકમાં વધારો થતાં જૂનાગઢ જિલ્લાના પશુપાલકોની આવકમાં વૃદ્ધિ થશે.

આ સિવાય જામનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના 40 કેએલ બીએમસી બેઝ ક્લસ્ટર મિલ્ક ચિલિંગ સ્ટેશન વિથ સેન્ટ્રલ લેબોરેટરી એન્ડ ગોડાઉનનીસ થાપના માટે રાજ્ય સરકાર તરફથી 1.44 કરોડની સહાય મંજૂર કરવામાં આવી છે. તેનાથી દૂધની સ્ટોરેજ ક્ષમતામાં અને ગુણવત્તામાં વધારો થશે. તેના કારણે જિલ્લા તથા સહકારી ક્ષેત્રે સંગઠિત દૂધ ઉત્પાદનમાં વધારો થશે. આ સિવાય મોરબી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના પ્રતિ દિન બે લાખ લિટરની ક્ષમતાવાળા મોડર્ન મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટની સ્થાપના માટે રાજ્ય સરકારે 4.75 કરોડની સહાય મંજૂર કરી છે.


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ