સાબરકાંઠા/ સરકારી કચેરીમાં દારૂની મહેફિલ, કચેરીમાં કર્મચારીનો દારૂ પી તો વીડિયો વાયરલ

સરકારી કચેરીમાં દારૂની મહેફિલ, કચેરીમાં કર્મચારીનો દારૂ પી તો વીડિયો વાયરલ

Top Stories Gujarat Others
ગાઝીપુર 23 સરકારી કચેરીમાં દારૂની મહેફિલ, કચેરીમાં કર્મચારીનો દારૂ પી તો વીડિયો વાયરલ

  • તલોદની આઈ.સી.ડી.એસ. ઓફિસનો વીડિયો વાયરલ
  • સમગ્ર મામલે સી.ડી.પી.ઓ.નું કંઈપણ કહેવાનો ઇન્કાર
  • ઓફિસના કર્મચારીએ જ કચેરીમાં જ દારૂની કરી મહેફિલ

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી નામનું ભૂત અવારનવાર ધુને છે. રાજ્યમાં ચુસ્ત દારૂબંધી વચ્ચે જ દારૂની નદીઓ વહે છે. રોજ ક્યાંક ને કયાંક દારૂ મળી આવવો એ સામાન્ય બાબત બની ગઈ છે. ગુજરાતમાં ચુસ્ત દારૂબંધીના સરેઆમ લીરા ઉડતા જોવા મળે છે.

ગુજરાતમાં દારૂ મળી આવો ત્યાં સુધીની ઘટનાઓ તો ઠીક છે. પણ સભ્ય કહેવાતા સમાજમાં પણ જાહેરમાં દારૂ પી અને તેના વિડીઓ વાઈરલ કરવા જેવી ઘટનાઓ પણ હવે બહાર આવા લાગી છે. તે એક ગુજરાતી માટે શરમ ઉપજાવે તેવી ઘટના છે.

સાબરકાંઠા જીલ્લાના તલોદના જ એક સરકારી કર્મચારી દ્વારા જ દારૂબંધીના કાયદાની ઐસી કી તૈસી કરવામાં આવી છે સરકારી કચેરીમાં કર્મચારીએ દારૂની મહેફિલ માની છે અને તેના વિડીઓ પણ વાઈરલ થયા હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આ વાયરલ વિડીયો સાબરકાંઠા જીલ્લાના તલોદની આઈ.સી.ડી.એસ. કચેરીનો છે. પણ આ કચેરીને જાણે દારૂબંધીમાંથી કે સરકારના નિયમોમાંથી જાણે બાકાત કરી દેવામાં આવી હોય તેમ આ કચેરીના જ કર્મચારી વિષ્ણુસિંહ કચેરીમાં દારૂની મહેફિલ યોજી હતી. જોકે કોઈ વ્યક્તિ દ્વારા મહેફિલનો વિડીયો ઉતારીને વાયરલ કરાયો હતો.

Covid-19 / છેલ્લા 24 કલાકમાં દેશમાં 110 લોકોનાં મોત સાથે નોધાયા માત્ર આટલાં જ કેસ…

Political / ગુજરાતમાં પા પા પગલી ભરતી આમ આદમી પાર્ટીમાં ગાબડું

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…