Not Set/ અમદાવાદમાં સ્કૂલ વાન ચાલકોની હડતાળ, વિદ્યાર્થીઓને સમયસર સ્કૂલે પહોંચાડવા વાલીઓની દોડધામ

અમદાવાદ, અમદાવાદમાં સ્કૂલ વાન અને રીક્ષા ચાલકો આજે હડતાળ પર જતા મોર્નિંગ સ્કૂલના વિદ્યાર્થીઓ પરેશાનીમાં મુકાયા હતા.હડતાળના કારણે શહેરમાં મોર્નિંગ સ્કૂલે જતા વિદ્યાર્થીઓને તેમના વાલી મુકવા આવી રહ્યા હતાં અથવા તો બીજી વૈકલ્પિક વ્યવસ્થા દ્વારા તેઓ સ્કૂલે પહોંચી રહ્યા હતા. અમદાવાદમાં નિકોલ વિસ્તારમાં સ્કૂલવાનમાંથી ત્રણ બાળકો પડી જવાની ઘટના બાદ રાજ્યનું આરટીઓ તંત્ર હરકતમાં આવ્યું […]

Top Stories Ahmedabad Gujarat Videos
scfhasolclc 1 અમદાવાદમાં સ્કૂલ વાન ચાલકોની હડતાળ, વિદ્યાર્થીઓને સમયસર સ્કૂલે પહોંચાડવા વાલીઓની દોડધામ

અમદાવાદ,

અમદાવાદમાં સ્કૂલ વાન અને રીક્ષા ચાલકો આજે હડતાળ પર જતા મોર્નિંગ સ્કૂલના વિદ્યાર્થીઓ પરેશાનીમાં મુકાયા હતા.હડતાળના કારણે શહેરમાં મોર્નિંગ સ્કૂલે જતા વિદ્યાર્થીઓને તેમના વાલી મુકવા આવી રહ્યા હતાં અથવા તો બીજી વૈકલ્પિક વ્યવસ્થા દ્વારા તેઓ સ્કૂલે પહોંચી રહ્યા હતા.

અમદાવાદમાં નિકોલ વિસ્તારમાં સ્કૂલવાનમાંથી ત્રણ બાળકો પડી જવાની ઘટના બાદ રાજ્યનું આરટીઓ તંત્ર હરકતમાં આવ્યું હતું અને શહેરોમાં સ્કૂલ વાહનોને ડિટેન કરવાની ડ્રાઇવ ચાલુ કરી હતી.વડોદરા શહેરમાં 31 જેટલા સ્કૂલ વાહનોને ડિટેન કરવામાં આવ્યા હતા.

વડોદરા અને સુરતમાં સ્કૂલ વાહન ચાલકોએ હડતાળ પાડ્યા બાદ હવે અમદાવાદમાં પણ હડતાળ પાડવામાં આવી હતી.આરટીઓ દ્વારા પાસિંગ નહી કરેલી સ્કૂલ વાનોને ડિટેન કરવામાં આવી રહી છે.

સ્કૂલવર્ધિ એસોસિએશનના પ્રમુખ ધર્મેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે આરટીઓ તંત્ર દ્વારા હાલમાં કોઈપણ સ્કૂલવાનું પાસિંગ કરવામાં આવતું નથી.હાલ અમને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે.સ્કૂલવાનના ચાલકો પાસે પાસિંગ માટે પૈસા ન હોય 10 દિવસ પાસિંગ માટે સમય માંગ્યો હતું પરંતુ તેઓએ આપ્યો નથી. સીએનજી કીટ વાનમાંથી દૂર કરવા જણાવ્યું છે. ઉપરાંત અલગ અલગ નિયમોનું લિસ્ટ આપી પાલન કરવા દબાણ કરતા હવે આવતીકાલે સ્કૂલવાન ચાલકો હડતાળ કરશે.

હડતાળના કારણે ગુરુવારે સવારે બાળકો અને વાલીઓને હેરંગતિનો સામનો કરવો પડયો હતો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.