Not Set/ ખેરીમાં ખેડૂતો પર બર્બરતાથી વાહન ચલાવતો નવો Video Viral

હવે આ નવી ક્લિપમાં તે દિવસે ખેડૂતો સાથે જે ક્રૂરતા થઈ તે સ્પષ્ટ જોઈ શકાય છે. વીડિયોમાં જોવા મળતી કાળી SUV ને કેન્દ્રીય મંત્રીએ પોતાના પરિવારની હોવાની પુષ્ટિ કરી છે.

Top Stories India
લખીમપુર હિંસા
  • યૂપીના બારાબંકીમાં ગમખ્વાર અકસ્માત,
  • બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત,
  • અકસ્માતમાં 9 લોકોના મોત, 27 યાત્રીઓ ગંભીર ઘાયલ,
  • કિસાન પથ પર દિલ્હીથી બહરાઇચ જઇ રહી હતી બસ,
  • સામેની તરફથી આવી રહેલી ટ્રક સાથે થઇ બસની ટક્કર,
  • ઘાયલોને લખનૌની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા

કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા ટેનીએ દાવો કર્યો હતો કે, ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવ્યું હતુ અને ખેડૂતો કાર નીચે આવી જાય તે પહેલા તેના વાહન પર બદમાશોએ હુમલો કર્યો હતો, લખીમપુર ખેરીથી વાયરલ થયેલી વીડિયોની લાંબી ક્લિપ બતાવે છે કે હિંસક અથડામણ પહેલા રવિવારે શું થયું હતું. વાયરલ થયેલી વીડિયો ક્લિપમાં એક કાળી SUV બતાવવામાં આવી છે, જે કેન્દ્રીય મંત્રીનાં દાવાને પૂરી રીતે ખોટો સાબિત કરે છે.

આ પણ વાંચો – Interesting / દુનિયાનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ છે જાપાન-સિંગાપુરનો, જાણો ભારત કયા ક્રમે

ઉત્તર પ્રદેશનાં લખીમપુર ખેરીમાં રવિવારે થયેલી હિંસાની નવી ક્લિપ સામે આવી છે. સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહેલા વીડિયોમાં, એક થાર જીપ ખેડૂતોનાં સરઘસને કચડી નાખતી જોવા મળી રહી છે. આ ક્લિપ અગાઉ પણ વાયરલ થઈ હતી, પરંતુ તે ક્લિપ અસ્પષ્ટ હતી. હવે આ નવી ક્લિપમાં તે દિવસે ખેડૂતો સાથે જે ક્રૂરતા થઈ તે સ્પષ્ટ જોઈ શકાય છે. વીડિયોમાં જોવા મળતી કાળી SUV ને કેન્દ્રીય મંત્રીએ પોતાના પરિવારની હોવાની પુષ્ટિ કરી છે. વીડિયોમાં ખેડૂતોએ હાથમાં કાળા ઝંડા પકડ્યા છે અને તેઓ સાથે મળીને આગળ વધી રહ્યા છે. આ દરમિયાન એક થાર જીપ પાછળથી હાઇ સ્પીડ સાથે હુટર વગાડતા ખેડૂતોને કચડી નાખે છે. તેની પાછળ બે કાર પણ દેખાય છે. આ ઘટના સ્થળ પર નાસભાગ મચાવે છે. વીડિયોમાં લોકો ઘાયલ હાલતમાં રસ્તા પર પડેલા જોવા મળે છે.

https://twitter.com/mantavyanews/status/1445983745958244355?s=20

આ પણ વાંચો – ગુજરાત / આજથી રાજ્યભરમાં નવલી નવરાત્રીનો પ્રારંભ, ખેલૈયાઓ મન મૂકીને રમશે રાસ-ગરબા

ખેડૂતોનો દાવો છે કે કેન્દ્રીય રાજ્યમંત્રી અજય મિશ્રાનાં પુત્ર આશિષ મિશ્રા પણ આ વાહનમાં હતા. બંને નેતાઓએ આ આરોપોને નકાર્યા છે. આશિષ મિશ્રાનું કહેવું છે કે તેમની કાર ચોક્કસપણે ત્યાં હતી પરંતુ તેઓ સ્થળ પર નહોતા. વિપક્ષી પાર્ટીઓ સતત આશિષ મિશ્રાની ધરપકડ કરવાની માંગ કરી રહી છે. આ સંબંધમાં ખેડૂતોએ આશિષ મિશ્રા વિરુદ્ધ FIR પણ નોંધાવી છે.