Not Set/ અફઘાનિસ્તાન/ મસ્જિદમાં થયો ભયંકર બ્લાસ્ટ, 18 લોકોનાં મોત, અનેકો ઘાયલ

અફઘાનિસ્તાન ફરી એકવાર હુમલાનું કેન્દ્ર બન્યુ છે. અહી એકવાર ફરી બોમ્બ બ્લાસ્ટ થયો છે. આ ઘટના હસ્કા મેયનાનાં જાવરા વિસ્તારમાં બની છે. આ બ્લાસ્ટ કેટલો ભયાનક હતો તેનો અંદાજો એ વાતથી જ લગાવી શકાય છે કે આ બ્લાસ્ટમાં 18 લોકોનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે 50 થી વધુ લોકો ઘાયલ થયા હતા. મળી […]

Top Stories World
pjimage 2019 10 18T185055.862 અફઘાનિસ્તાન/ મસ્જિદમાં થયો ભયંકર બ્લાસ્ટ, 18 લોકોનાં મોત, અનેકો ઘાયલ

અફઘાનિસ્તાન ફરી એકવાર હુમલાનું કેન્દ્ર બન્યુ છે. અહી એકવાર ફરી બોમ્બ બ્લાસ્ટ થયો છે. આ ઘટના હસ્કા મેયનાનાં જાવરા વિસ્તારમાં બની છે. આ બ્લાસ્ટ કેટલો ભયાનક હતો તેનો અંદાજો એ વાતથી જ લગાવી શકાય છે કે આ બ્લાસ્ટમાં 18 લોકોનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે 50 થી વધુ લોકો ઘાયલ થયા હતા. મળી રહેલી માહિતી મુજબ જ્યારે આ વિસ્ફોટ થયો ત્યારે સ્થાનિક લોકો નમાઝ અદા કરી રહ્યા હતા.

શુક્રવારે અફઘાનિસ્તાનના નંગહાર પ્રાંતમાં એક મસ્જિદ પર બે બોમ્બ ફૂટ્યા હતા. સમાચારો અનુસાર, બ્લાસ્ટ તે સમયે થયો હતો જ્યારે લોકો મસ્જિદની અંદર નમાઝ અદા કરી રહ્યા હતા. આ બ્લાસ્ટમાં નમાઝની અદા કરી રહેલા 18 લોકો માર્યા ગયા હતા, જ્યારે 50 થી વધુ ઘાયલ થયા હતા. સ્થાનિક પોલીસ માહિતી મળ્યા બાદ પહોંચી અને ઈજાગ્રસ્તો લોકોને હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા.

એક અધિકારીએ કહ્યું કે, ‘મૃતકોની સંખ્યામાં વધારો થવાની સંભાવના છે. ઘાયલોમાં મોટાભાગનાં લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ”હજી સુધી કોઈ આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.