Not Set/ દિલ્હી વિધાનસભાનાં અધ્યક્ષ રામનિવાસ ગોયલને કોર્ટે સંભળાવી 6 મહિનાની જેલ

ભાજપનાં નેતા મનીષ ઘઈનાં ઘરે બળજબરીથી પ્રવેશ કરવાના કેસમાં દિલ્હીની એક કોર્ટે વિધાનસભા અધ્યક્ષ રામનિવાસ ગોયલ પર મોટો ચુકાદો આપ્યો છે. શુક્રવારે કેસની સુનાવણી કરતાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે રામનિવાસ ગોયલને 6 મહિનાની જેલ અને 1000 રૂપિયા દંડની સજા ફટકારી છે. કોર્ટે રામનિવાસનાં પુત્ર સહિત વધુ પાંચ લોકોને દોષી ઠેરવ્યા છે. તમામ 6 દોષીતોને 6-6 […]

Top Stories India
443648 ram niwas goel દિલ્હી વિધાનસભાનાં અધ્યક્ષ રામનિવાસ ગોયલને કોર્ટે સંભળાવી 6 મહિનાની જેલ

ભાજપનાં નેતા મનીષ ઘઈનાં ઘરે બળજબરીથી પ્રવેશ કરવાના કેસમાં દિલ્હીની એક કોર્ટે વિધાનસભા અધ્યક્ષ રામનિવાસ ગોયલ પર મોટો ચુકાદો આપ્યો છે. શુક્રવારે કેસની સુનાવણી કરતાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે રામનિવાસ ગોયલને 6 મહિનાની જેલ અને 1000 રૂપિયા દંડની સજા ફટકારી છે. કોર્ટે રામનિવાસનાં પુત્ર સહિત વધુ પાંચ લોકોને દોષી ઠેરવ્યા છે. તમામ 6 દોષીતોને 6-6 મહિનાની જેલ અને 1000 રૂપિયા દંડની સજા ફટકારવામાં આવી છે.

આપને જણાવી દઈએ કે, 6 ફેબ્રુઆરી 2015 નાં રોજ, વિધાનસભા અધ્યક્ષ રામનિવાસ ગોયલ સહિતનાં અન્ય લોકોએ ભાજપનાં નેતા મનીષ ઘઈનાં ઘરે બળજબરીથી પ્રવેશ કર્યો હતો. આ તમામ લોકોએ તેની સાથે મારા મારી કરી અને ઘરમાં તોડફોડ પણ કરી હતી. તેમના ઉપર લગાવવામાં આવેલા આક્ષેપો અંગે સ્પષ્ટતા આપતા રામનિવાસ ગોયલે કહ્યું કે તેમને ભાજપ નેતા મનીષ ઘઈનાં ઘરે ધાબળા અને દારૂ છુપાઇને રાખ્યા હોવાની માહિતી મળી હતી. આ ઘટના 6 ફેબ્રુઆરી 2015 ની રાત્રે બની હતી જ્યારે વિધાનસભા અધ્યક્ષ રામનિવાસ ગોયલ તેમના પુત્ર અને 4 અન્ય સાથીદારો સાથે મનીષ ઘઈનાં ઘરે બળજબરીથી પ્રવેશ કર્યો હતો. કોર્ટે 18 ઓક્ટોબરનાં રોજ ચુકાદો અનામત રાખ્યો હતો.

કોર્ટનાં ચુકાદા મુજબ ન્યાયાધીશે રામનિવાસ ગોયલનાં પુત્રને મકાનમાં બળજબરીથી પ્રવેશ, તોડફોડ અને હુમલો કરવા બદલ દોષી ઠેરવ્યા છે, જ્યારે રામનિવાસ અને અન્ય 4 લોકો પર ભાજપનાં નેતા મનીષ ઘઈનાં ઘરે બળજબરીથી પ્રવેશ કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા છે. ઘઈ એ આ બધા પર આરોપ લગાવ્યો હતો કે ગુનેગારોએ તેમના ઘરના કબાટો, ડ્રાયર અને રસોડાની ચીજો તોડી નાખી હતી. આ સિવાય બધાએ ઘરમાં રહેતા મજૂરોને પણ માર માર્યો હતો અને ઈજાઓ પહોંચાડી હતી. 2017 માં, પોલીસે ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં જણાવાયું હતું કે તેમને મજૂરોએ ફોન કરી બોલાવ્યા હતા અને તેઓને સાત લોકો ઘરમાં દબાણપૂર્વક પ્રવેશ કરવા અંગેની માહિતી આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.