Not Set/ મધ્યપ્રદેશમાં ભાજપે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો, છોકરીઓને સ્કૂટી સહિતની કરાઈ આ જાહેરાતો

નવી દિલ્હી, મધ્યપ્રદેશમાં યોજાનરી વિધાનસભાની ચૂંટણી પહેલા વર્તમાન સત્તારૂઢ પાર્ટી ભાજપ દ્વારા પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે. BJP દ્વારા જાહેર કરાયેલા આ ઘોષણાપત્રને ધ્રુષ્ટિ પત્ર નામ આપવામાં આવ્યું છે. કેન્દ્રીયમંત્રી અરુણ જેટલી, મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ રાકેશ સિંહની ઉપસ્થિતિમાં જાહેર કરાયેલા મેનિફેસ્ટોમાં રાજ્યમાં વધુ એકવાર સત્તા પર બિરાજમાન થવા માટે […]

Top Stories India Trending
mp election મધ્યપ્રદેશમાં ભાજપે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો, છોકરીઓને સ્કૂટી સહિતની કરાઈ આ જાહેરાતો

નવી દિલ્હી,

મધ્યપ્રદેશમાં યોજાનરી વિધાનસભાની ચૂંટણી પહેલા વર્તમાન સત્તારૂઢ પાર્ટી ભાજપ દ્વારા પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે. BJP દ્વારા જાહેર કરાયેલા આ ઘોષણાપત્રને ધ્રુષ્ટિ પત્ર નામ આપવામાં આવ્યું છે.

કેન્દ્રીયમંત્રી અરુણ જેટલી, મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ રાકેશ સિંહની ઉપસ્થિતિમાં જાહેર કરાયેલા મેનિફેસ્ટોમાં રાજ્યમાં વધુ એકવાર સત્તા પર બિરાજમાન થવા માટે ઘણા દાવાઓ કરાયા છે.

ભાજપના ઘોષણાપત્રમાં રાજ્યના યુવાઓને રોજગારી આપવા માટે પ્રતિ વર્ષ ૧૦ લાખ નોકરીનું સર્જન તેમજ યુવા ઉદ્યમીઓ માટે સ્ટાર્ટ આપની સુવિધા ઉપલબ્ધ કરવાનો પણ દાવો કરાયો છે.

મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું હતું કે, “રાજ્યમાં ભાજપની સરકાર બને છે તો ધોરણ ૧૨માં ૭૫ %થી વધુ ટકા મેળવનારી છોકરીઓને સરકાર દ્વારા સ્કૂટી આપવામાં આવશે. ભાજપ દ્વારા જાણાવ્યા મુજબ, આ માટે રજીસ્ટ્રેશન ચાર્જ પણ સરકાર આપશે.

સીએમ શિવરાજ સિંહ ચૌહાણના જણાવ્યા મુજબ, રાજ્યમાં નવી ઓદ્યોગિક ટાઉનશિપ સ્થાપિત કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્યમાં વેપારી કલ્યાણ કોષની સ્થાપના કરવાનો પણ લક્ષ્ય રાખવામાં આવ્યો છે.

આ ઉપરાંત સરકાર ઈન્ટરનેટ કનેક્શનવાળી E-Library અને “વિજયા લર્નિંગ સેન્ટર”પણ ખોલવામાં આવશે.

ગ્રામીણ લોકોમાં વિદ્યાર્થીઓને યુનિવર્સીટી સુધી લાવવા માટે મફતમાં મહિલા બસોની વ્યવસ્થા કરવામાં આવશે તેમજ છોકરીઓને સેનેટરી પ્રોડક્ટ આપવા માટે સરકાર મુકતા યોજના લાવશે.

ઘોષણાપત્રમાં દાવો કરવામાં આવ્યો છે કે, “ગરીબ કલ્યાણ માટે સંબલ જેવી યોજનાના માધ્યમથી દરેક ગરીબ પરિવારને પાક્કું મકાન તેમાજ વિજળી પણ આપવામાં આવશે. તેમજ મહિલાઓ માટે ૧૦૦૦ રૂપિયાનું ભથ્થું જાહેર કરવામાં આવશે.

ખેડૂતોના કલ્યાણ માટે એક વર્ષમાં અંદાજે ૩૨૦૦૦ કરોડ રૂપિયા આપવામાં આવશે.

નર્મદા એક્સપ્રેસ વે અને ચંબલ એક્સપ્રેસ વેનું નિર્માણ કરવામાં આવશે.

વિજળીનું ઉત્પાદન ૧૪૦૦૦ મેગાવોટ સુધી વધારવાનો પ્રયાસ કરવામાં આવશે.

રાજ્યમાં લેબર યુનિવર્સીટી અને ફૂડ પ્રોસેસિંગ યુનિવર્સીટીની સ્થાપના કરવામાં આવશે.