Not Set/ રાજકોટમાં 7 સ્પા પાર્લરમાં ક્રાઇમ બ્રાન્ચના દરોડા,18 વિદેશી યુવતીઓ ઝડપાઇ

રાજકોટ, રાજકોટમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શહેરના સ્પા અને મસાજ પાર્લર પર વધુ એકવાર દરોડા પાડવામાં આવ્યા હતા. વિવિધ ટીમો બનાવી ક્રાઇમ બ્રાન્ચે શહેરના જુદા-જુદા વિસ્તારના સ્પા પાર્લરસ્પા પાર્લરમાં ચેકીંગ હાથ ધર્યું હતું અને ગેરકાયદેસર વસવાટ કરતી 18 વિદેશી યુવતીઓને ઝડપી પાડી હતી. સ્પા પાર્લરના સંચાલકો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે […]

Top Stories Gujarat Rajkot
mantavya 75 રાજકોટમાં 7 સ્પા પાર્લરમાં ક્રાઇમ બ્રાન્ચના દરોડા,18 વિદેશી યુવતીઓ ઝડપાઇ

રાજકોટ,

રાજકોટમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શહેરના સ્પા અને મસાજ પાર્લર પર વધુ એકવાર દરોડા પાડવામાં આવ્યા હતા. વિવિધ ટીમો બનાવી ક્રાઇમ બ્રાન્ચે શહેરના જુદા-જુદા વિસ્તારના સ્પા પાર્લરસ્પા પાર્લરમાં ચેકીંગ હાથ ધર્યું હતું અને ગેરકાયદેસર વસવાટ કરતી 18 વિદેશી યુવતીઓને ઝડપી પાડી હતી. સ્પા પાર્લરના સંચાલકો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વિવિધ સ્પા અને મસાજ પાર્લરોમાંથી મોટી સંખ્યામાં ગેરકાયદેસર વસવાટ કરતી યુવતીઓ ઝડપી પાડી પરત મોકલવામાં આવી હતી.

ક્રાઇમ બ્રાન્ચના 60 જેટલા કર્મચારીઓએ જુદી-જુદી 7 ટીમો બનાવી શહેરના વિવિધ સ્પા પાર્લરમાં દરોડા પાડ્યા હતા. જેમાં પર્પલ, બોસ, પિન્ક, પેરેડાઈઝ, ન્યુ પેરેડાઈઝ, ગોલ્ડ અને લાફિંગ બુધ્ધા સહિત શહેરના અલગ-અલગ વિસ્તારમાં આવેલા સ્પામાં ચેકીંગ હાથ ધરાયુ હતું.

આ ચેકીંગ દરમિયાન ટુરિસ્ટ વિઝા પર ગેરકાયદેસર રહેતી 18 જેટલી યુવતીઓ મળી આવી હતી. જેને પગલે પોલીસે સ્પાના સંચાલકો પર વિઝાના નિયમોમાં ભંગ કરવામાં મદદ કરવાનો ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.