Not Set/ કરુણાનિધિની હાલત સ્થિર, CM, Dy CM પહોંચ્યા હોસ્પિટલ, સમર્થકો કરી રહ્યા છે હોસ્પિટલ બહાર પ્રાર્થના

તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી એમ. કરૂણાનિધીની તબિયત લથડતા તેમને ચેન્નાઇની કાવેરી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. યુરિનરી ટ્રેકટ ઇન્ફેકશનના લીધે તેમની તબિયત ખરાબ ચાલી રહી હતી. શુક્રવાર મોડી રાત્રે તબિયત બગડતાં તેમના નિવાસસ્થાનેથી એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ લઇ જવામાં આવ્યાં હતાં. રવિવારે મોડી રાત સુધી ચાલેલી સારવાર દરમિયાન તેની હાલત ખુબ નાજુક થઇ ગઇ હતી. જોકે, […]

Top Stories India Trending
pic કરુણાનિધિની હાલત સ્થિર, CM, Dy CM પહોંચ્યા હોસ્પિટલ, સમર્થકો કરી રહ્યા છે હોસ્પિટલ બહાર પ્રાર્થના

તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી એમ. કરૂણાનિધીની તબિયત લથડતા તેમને ચેન્નાઇની કાવેરી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. યુરિનરી ટ્રેકટ ઇન્ફેકશનના લીધે તેમની તબિયત ખરાબ ચાલી રહી હતી.

શુક્રવાર મોડી રાત્રે તબિયત બગડતાં તેમના નિવાસસ્થાનેથી એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ લઇ જવામાં આવ્યાં હતાં. રવિવારે મોડી રાત સુધી ચાલેલી સારવાર દરમિયાન તેની હાલત ખુબ નાજુક થઇ ગઇ હતી. જોકે, ત્યારબાદ ડોક્ટરોએ તેમની હાલત અત્યારે સ્થિર બતાવી છે. આ દરમિયાન હોસ્પિટલની બહાર મોટી સંખ્યામાં સમર્થકો અને નેતાઓ તેમની તબિયતમાં સુધારો આવી તે  માટે પ્રાર્થના કરી રહ્યા હતા.

તમિલનાડુના મુખ્યમંત્રી ઈ પલાનીસ્વામીએ કોયબટૂરમાં સોમવારે થનારી બેઠકને પણ રદ કરી દીધી હતી અને તે ચેન્નઈ પરત ફર્રી ગયા છે. રાજ્યભરના ડીએમકેના કાર્યકર્તાઓ ચેન્નઈમાં એકઠા થઇ રહ્યા છે અને હોસ્પિટલની બહાર ભેગા થઈને પ્રાર્થનાઓ કરી રહ્યા છે.

ચેન્નાઇ સ્થિત કાવેરી હોસ્પિટલની બહાર સોમવારે વહેલી સવારે પણ સમર્થકોની ભીડ ઉમટી હતી. સાથે સાથે કરુણાનિધિના પુત્ર એમકે સ્ટાલિને સમર્થકોને શાંતિ જાણવવા માટે અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, કરુણાનિધિની તબીયત અચાનક ખરાબ થઇ હતી.