Not Set/ અમદાવાદમાં રીક્ષા પાર્કિંગને લઇને ધમાસાણ,લાખો રીક્ષા ચાલકો હડતાળ પર ઉતર્યા

અમદાવાદ, ગુજરાત હાઇકોર્ટના કડક વલણ પછી અમદાવાદમાં ચાલી રહેલી ટ્રાફિક ડ્રાઇવના કારણે શહેરના હજારો રીક્ષા ચાલકોની મુશ્કેલી વધી છે. શહેરમાં ટ્રાફિક પોલિસે રીક્ષા ચાલકો વિરુધ્ધ દંડો વીંઝતા મામલો ગરમાયો છે. શહેર પોલિસની કનડગત સામે સોમવારે શહેરના રીક્ષા ચાલકો હડતાળ પર ઉતરી ગયા હતા.અમદાવાદમાં વહેલી સવારથી રીક્ષા ચાલકો વગર માર્ગ સુમસામ જોવા મળી રહ્યા હતા. ટ્રાફિક […]

Top Stories
ahd auto અમદાવાદમાં રીક્ષા પાર્કિંગને લઇને ધમાસાણ,લાખો રીક્ષા ચાલકો હડતાળ પર ઉતર્યા

અમદાવાદ,

ગુજરાત હાઇકોર્ટના કડક વલણ પછી અમદાવાદમાં ચાલી રહેલી ટ્રાફિક ડ્રાઇવના કારણે શહેરના હજારો રીક્ષા ચાલકોની મુશ્કેલી વધી છે. શહેરમાં ટ્રાફિક પોલિસે રીક્ષા ચાલકો વિરુધ્ધ દંડો વીંઝતા મામલો ગરમાયો છે. શહેર પોલિસની કનડગત સામે સોમવારે શહેરના રીક્ષા ચાલકો હડતાળ પર ઉતરી ગયા હતા.અમદાવાદમાં વહેલી સવારથી રીક્ષા ચાલકો વગર માર્ગ સુમસામ જોવા મળી રહ્યા હતા.

ટ્રાફિક પોલિસની કનડગત અને પાર્કિંગની બાબતને લઇને અમદાવાદના 1 લાખથી વધુ   રિક્ષા ચાલકોએ પણ બંધ પર ઉતરવાની જાહેરાત કરી છે. ૩૦ જુલાઇ-સોમવારના રિક્ષા ચાલકો ૧ દિવસનો સ્વંયભૂ બંધ પાળશે. જોકે, સ્કૂલ રીક્ષા રાબેતા મુજબ ચાલુ રહી હતી.

ઓટો રિક્ષા ચાલકોએ વિવિધ માગણી સાથે સોમવારે એક દિવસ માટે બંધ પાળવાનો નિર્ણય લીધો છે. ઓટો રિક્ષા ચાલકોના એસોસિયેશને જણાવ્યું છે કે ૨ લાખ ઓટો રિક્ષા માટે રિક્ષા સ્ટેન્ડ આપવાની અમારી મુખ્ય માગણી છે. કાયદા મુજબ પૂરતા રિક્ષા સ્ટેન્ડ નથી. અમારો વિરોધ હાઇકોર્ટ સામે નહીં પણ અધિકાર માટે છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં ટ્રાફિક અને પાર્કિંગના મામલે  છેલ્લાં 10 દિવસમાં 4,500 જેટલી રીક્ષાઓ પોલિસ દ્રારા ડીટેઇન કરવામાં આવી છે. અહીં એ પણ ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં શિવરંજની ચાર રસ્તા પાસે આવેલ પી સી જ્વેલર્સ પાસેનું રીક્ષા સ્ટેન્ડ રદ કરવામાં આવ્યું છે.

રીક્ષા એસોસિએશનનું કહેવું છે કે, પોલીસ દ્વારા રિક્ષા ચાલક ઉપર ખોટી રીતે આઇ.પી.સી. ૧૮૬, ૧૮૮, ૨૮૩નો દુરુપયોગ કરવામાં આવે છે. કાયદાઓ ફક્ત રિક્ષા ચાલકો પૂરતા જ શા માટે હોય છે અને તે બીઆરટીએસ, એએમટીએસને શા માટે લાગુ પડતા નથી તેવા મુદ્દે અમારો વિરોધ છે.

રીક્ષા ચાલકોની હડતાળના કારણે અમદાવાદમાં સવારે નોકરિયાતોથી લઇને બીજા પેસેન્જરો અટવાઇ ગયા હતા.