Not Set/ સુરત: ઉધના રેલવે ટ્રેક પર ફરી ટ્રેનની ઝપેટમાં બે યુવકોની બલિ ચડી

હજુ તો ગણ્યા ગાઠ્યા દિવસ પૂર્વે સુરતમાં ટ્રેનની ઝપેટમાં 3 યુવકોનાં મોત નિપજ્યા છે, તો આજે  ફરી સુરતનાં ઉધના રેલવે ટ્રેક પર ફરી ટ્રેનની ઝપેટમાં બે યુવકોની બલિ ચડી ગઇ હોવાનું સામે આવી રહ્યું છે. સુરત શહેર અને રેલવે તંત્રને જીવની કોઇ કિંમત જ ન હોય તેમ એક બાદ એક ગમ્ખવાર ઘટનાઓ બની રહી છે […]

Top Stories Gujarat Surat
srt.PNG1 સુરત: ઉધના રેલવે ટ્રેક પર ફરી ટ્રેનની ઝપેટમાં બે યુવકોની બલિ ચડી

હજુ તો ગણ્યા ગાઠ્યા દિવસ પૂર્વે સુરતમાં ટ્રેનની ઝપેટમાં 3 યુવકોનાં મોત નિપજ્યા છે, તો આજે  ફરી સુરતનાં ઉધના રેલવે ટ્રેક પર ફરી ટ્રેનની ઝપેટમાં બે યુવકોની બલિ ચડી ગઇ હોવાનું સામે આવી રહ્યું છે. સુરત શહેર અને રેલવે તંત્રને જીવની કોઇ કિંમત જ ન હોય તેમ એક બાદ એક ગમ્ખવાર ઘટનાઓ બની રહી છે પરંતુ તંત્ર હાલ પણ ઉંધમા જોવા મળી રહ્યું છે.

srt 2 સુરત: ઉધના રેલવે ટ્રેક પર ફરી ટ્રેનની ઝપેટમાં બે યુવકોની બલિ ચડી

સુરતના ઉધના રેલવે ટ્રેક વચ્ચે ફરી એક ગોઝારો અકસ્માત બન્યો. રેલવે બ્રિજ નંબર 440 કાકરા ખાડી પાસે બે યુવકો ટ્રેન નીચે આવી જતા તેમનું મોત નિપજ્યું. મૃતક યુવકો 25 અને 28 વર્ષના હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. રેલવે પોલીસે મૃતદેહનો કબજો મેળવીને વધુ તપાસ હાથ ધરી હતી. નોંધનીય છે કે. બે દિવસ પહેલા પણ આજ ખાડી પાસે ત્રણ લોકોનાં કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. ત્યારે ફરી એક વખત ટ્રેન અકસ્માતમાં બે યુવકોના ભોગ લેવાયા છે.

સુરતમા તંત્ર છે કે કેમ તે જ હવે સવાલ ઉઠી રહ્યો છે. ક્યારેક આગમાં નિર્દોષોની આહુતી દેવાય છે ક્યારેક ટાંકામાં પડીને મજૂરો મરી જાય છે. ક્યારે વિજ થાંભલામાંથી નિકળતા અગન ગોટા ભય ફેલાવે છે તો ટ્રેન હડફેટ તો ઉભીને ઉભી. લોકોને હવે તો તે જ શંકા છે સુરતનું તંત્ર ફક્ત ખાઇ પી ને સુવા માટે જ છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.