Not Set/ ગુજરાત માજી સૈનિક સંગઠન દ્વારા 18 વિવિધ માગ સાથે ઘરણા, કોંગ્રેસનું સમર્થન

ગુજરાત માજી સૈનિક સંગઠનના અધ્યક્ષ જિતેન્દ્ર નિમાવત ધરણા પર બેઠા.  જિતેન્દ્ર નિમાવતની માગણી છે કે માજી સૈનિકની સરકારી સેવામાં પાંચ વર્ષ ફ્કિસ પગાર પ્રથા નાબુદ કરવામાં આવે. માજી સૈનિકોએ પોતાના 18 જેટલા મુદ્દાઓને લઈને ધરણાં પર બેઠા જેમણે કહ્યું કે આ બાબતે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે મુલાકાત કરીને રજૂઆત કરવામાં આવશે. ગુજરાત માજી સૈનિક સંગઠનના […]

Top Stories Others
maji2 ગુજરાત માજી સૈનિક સંગઠન દ્વારા 18 વિવિધ માગ સાથે ઘરણા, કોંગ્રેસનું સમર્થન

ગુજરાત માજી સૈનિક સંગઠનના અધ્યક્ષ જિતેન્દ્ર નિમાવત ધરણા પર બેઠા.  જિતેન્દ્ર નિમાવતની માગણી છે કે માજી સૈનિકની સરકારી સેવામાં પાંચ વર્ષ ફ્કિસ પગાર પ્રથા નાબુદ કરવામાં આવે. માજી સૈનિકોએ પોતાના 18 જેટલા મુદ્દાઓને લઈને ધરણાં પર બેઠા જેમણે કહ્યું કે આ બાબતે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે મુલાકાત કરીને રજૂઆત કરવામાં આવશે.

maji.PNG1 ગુજરાત માજી સૈનિક સંગઠન દ્વારા 18 વિવિધ માગ સાથે ઘરણા, કોંગ્રેસનું સમર્થન

ગુજરાત માજી સૈનિક સંગઠનના જીતેન્દ્ર નિમાવતએ કહ્યું કે, માજી સૈનિકને સરકારી સેવામાં પાંચ વર્ષ ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરવામાં આવે તેમની નોકરીનો સમય ગાળો અને ઉંમર દેશની સુરક્ષામા ફરજ દરમિયાન જ પૂરી થઈ ગઈ હોય છે. પરિણામે આ સમયગાળો દૂર કરવામાં આવી વર્ગ 1 થી 4 સુધીની એક વખતે માજી સૈનિકોને અનામતનો અમલ કરવામાં આવતો નથી. તેનો અમલ કરવામાં આવે અનામતમાં મેરીટનું ધોરણ ધ્યાનમાં લીધા વગર ફક્ત માજી સૈનિકને નિમણુંક આપવામાં આવી જોઈએ. માજી સૈનિકોએ પોતાના 18 જેટલા મુદ્દાઓને લઈને આજે ધરણાં ઉપર બેઠા હતા. તેમણે કહ્યું કે આ બાબતે આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે મુલાકાત કરીને રજૂઆત કરવામાં આવશે.

maji ગુજરાત માજી સૈનિક સંગઠન દ્વારા 18 વિવિધ માગ સાથે ઘરણા, કોંગ્રેસનું સમર્થન

બીજી તરફ કોંગ્રેસ અને અપક્ષ ઘારાસભ્ય દ્વારા માજી સૈનીકોના ઘરણાને ટેકા આપવામા આવ્યો છે. કોંગ્રેસનાં નેતા અમિત ચાવડા દ્વારા માજી સૈનીકોની માંગને વ્યાજબી ગણાવી કોંગ્રેસ આ મામલે માજી સૈનીકો સાથે હોવાની વાત કહેવામા આવી હતી. તો માજી સૈનિકોના સમર્થનમાં આવેલા વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ કહ્યુ કે, રાજ્ય સરકાર માત્ર આંગળીના ટેરવે ગણી શકાય તેવા ઉદ્યોગપતિઓની દરકાર રાખી રહી છે. માજી સૈનિકો દેશની સુરક્ષા પૂરી પાડીને નિવૃત્ત થયેલા સૈનિકો પોતાની માંગણીને લઇને રસ્તા ઉપર આવી રહ્યા છે, છતાં પણ તેમની માગણી ઉપર ધ્યાન આપવામાં આવતું નથી.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.