Not Set/ નાની બચત યોજનાનો નિર્ણય કેન્દ્ર સરકારે પાછો ખેંચ્યો

આજે 1 એપ્રિલથી સામાન્ય માણસનાં જીવનશૈલી પર મોટી અસર થવા જઇ રહી છે. આજથી ઘણી ચીજ-વસ્તુઓનાં ભાવમાં વધારો થવાનો છે.

Top Stories India
Untitled 1 3 નાની બચત યોજનાનો નિર્ણય કેન્દ્ર સરકારે પાછો ખેંચ્યો
  • નાની બચત યોજનાનો નિર્ણય કેન્દ્રએ પાછો ખેંચ્યો
  • વ્યાજ દર ઘટાડવાનો સરકારે લીધો હતો નિર્ણય
  • 1.1 ટકા પીએફના વ્યાજદરને ઘટાડાયો હતો
  • PPFનો રેટ અગાઉ 7.1થી 6.4 ટકા કરાયો હતો
  • હવે જૂના વ્યાજદર જ રહેશે યથાવત્
  • સિનિ. સિટીઝન સ્કીમમાં પણ 5.5થી 4.4 ટકા હતો દર
  • ચોતરફા વિરોધ બાદ મોદી સરકારનો યુ-ટર્ન
  • નાની બચત યોજનાના જુના દર રહેશે લાગુ

આજે 1 એપ્રિલથી સામાન્ય માણસનાં જીવનશૈલી પર મોટી અસર થવા જઇ રહી છે. આજથી ઘણી ચીજ-વસ્તુઓનાં ભાવમાં વધારો થવાનો છે. વળી ગત રોજ બચત યોજનાઓમાં વ્યાજ દરમાં વધારો થવાની વાત સામે આવી હતી પરંતુ હવે સામાન્ય માણસને રાહત આપતા આ નિર્ણયને કેન્દ્ર સરકારે બદલી દીધો છે.

વ્યાજની કમાણી ઘટશે / કેન્દ્ર સરકારનો મધ્યમ વર્ગને મોટો ઝટકો, બચત ખાતા, PPFના વ્યાજદરમાં ઘટાડો

ચો તરફા વિરોધ બાદ અંતે મોદી સરકારે પોતાના નિર્ણય પર યુ-ટર્ન લઇ લીધો છે. જણાવી દઇએ કે, સામાન્ય નાગરિકને રાહત આપતા કેન્દ્ર સરકારે એક જાહેરાત કરી છે. બચત યોજનાઓમાં વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત સરકારે પાછી ખેંચી લીધી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સવારે એક ટ્વીટમાં આ માહિતી આપી હતી. કરોડો લોકો માટે આ મોટી રાહતનાં સમાચાર છે. જણાવી દઇએ કે, આ પહેલા બુધવારે સરકારે 1 એપ્રિલ, 2021 થી નાની બચત યોજનાઓ પરનાં વ્યાજનાં દરમાં ઘટાડો કર્યો હતો. નવા નાણાકીય વર્ષનાં પ્રથમ ત્રિમાસિક ગાળા માટે વ્યાજ દરમાં ઘટાડાની આ સૂચના જારી કરવામાં આવી હતી. નાણાં પ્રધાને કહ્યું હતું કે, હવે તમામ યોજનાઓ પરનો વ્યાજ દર તે જ રહેશે જેમ ગયા માર્ચ ક્વાર્ટરમાં હતો.

નવુ નાની બચત યોજનાનો નિર્ણય કેન્દ્ર સરકારે પાછો ખેંચ્યો

મળી રાહત / ફરી વધી આધારથી PANને લિંક કરવાની અંતિમ તારીખ, જાણો ક્યાં સુધીનો મળ્યો સમય

બચત ખાતામાં જમા રાશિ પરનું વાર્ષિક વ્યાજ 4 ટકાથી ઘટાડીને 3.5 ટકા કરવામાં આવ્યુ હતુ. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ પર અત્યાર સુધી 7.1 ટકા વાર્ષિક વ્યાજને ઘટાડીને 6.4 ટકા કરાયું હતુ. એક વર્ષ માટે જમા રાશિ પર ત્રિમાસિક વ્યાજ દર 5.5 ટકાથી ઘટાડીને 4.4 ટકા કરાયુ હતો. વળી વૃદ્ધોને બચત યોજનાઓ પર 7.4 ટકાને બદલે ફક્ત 6.5 ટકા જ ત્રિમાસિક વ્યાજ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. એક વર્ષ માટે ટર્મ ડિપોઝિટ પર 5.5 ટકાને બદલે 4.4 ટકા વ્યાજ, હવે 2 વર્ષ માટે જમા રાશિ પર 5.5 ટકાને બદલે 5 ટકા, 3 વર્ષ માટે થાપણો પર 5.5 ટકાને બદલે 5.1 ટકા, 5 વર્ષ માટે થાપણો પર 6.7 ટકાની જગ્યાએ 5.8 ટકા વ્યાજ કરી દેવામા આવ્યુ હતુ. નેશનલ સેવિગ્સ સર્ટિફિકેટ પર 6.8 ટકાને બદલે માત્ર 5.9 ટકા વ્યાજ, કિસાન વિકાસ પત્ર પર 6.9 ટકાનાં વ્યાજની જગ્યાએ 6.4 ટકા વ્યાજ અને સુકન્યા સમૃદ્ધિ યોજના પર પણ વ્યાજ દર 7.6 ટકાથી ઘટાડીને 6.9 ટકા કરાયો હતો. હવે જૂનાં દર કે જે 31 માર્ચ 2021 નાં ​​હતા તે ધ્યાનમાં લેવામાં આવશે.

  મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ