Not Set/ જમ્મુ-કાશ્મીર : પુલવામાં સેક્ટરમાં સુરક્ષાબળોએ ૪ આતંકીઓને કર્યા ઠાર

શ્રીનગર, જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાબળો દ્વારા ચલાવવામાં આવી રહેલા ઓપરેશન ઓલઆઉટ હેઠળ વધુ એક સફળતા મળી છે. સુરક્ષાબળો દ્વારા પુલવામાં જિલ્લામાં ૪ આતંકીઓને ઠાર કર્યા છે. આ પહેલા સુરક્ષાબળોને પુલવામાં જિલ્લામાં હાજિન રાજપોરા વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. આ માહિતીના આધારે જ સેનાના જવાનો દ્વારા એન્કાઉન્ટર શરુ કરવામાં આવ્યું હતું. #UPDATE Four terrorists have been […]

Top Stories Trending

શ્રીનગર,

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાબળો દ્વારા ચલાવવામાં આવી રહેલા ઓપરેશન ઓલઆઉટ હેઠળ વધુ એક સફળતા મળી છે. સુરક્ષાબળો દ્વારા પુલવામાં જિલ્લામાં ૪ આતંકીઓને ઠાર કર્યા છે.

આ પહેલા સુરક્ષાબળોને પુલવામાં જિલ્લામાં હાજિન રાજપોરા વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. આ માહિતીના આધારે જ સેનાના જવાનો દ્વારા એન્કાઉન્ટર શરુ કરવામાં આવ્યું હતું.

સુરક્ષાબળોના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “પુલવામાં જિલ્લામાં ઓપરેશન ચાલુ છે. આ દરમિયાન ૪ આતંકીઓને ઠાર કરાયા છે અને તેઓ પાસેથી હથિયારો જપ્ત કરાયા છે”.

બીજી બાજુ કઠુઆના રામકોટેમાં સંયુક્ત સર્ચ ઓપરેશન દરમિયાન સેનાના જવાનોએ કાળા રંગના પેકેટમાં ૨ AK-૪૭ રાઈફલ અને યુદ્ધ માટે ઉપયોગમાં લેવામાં આવતો સામાન પણ મળ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં સેનાના જવાનો દ્વારા આતંકીઓ વિરુધ ઓપરેશન ઓલઆઉટ ચલાવવામાં આવી રહ્યું છે અને આ ઓપરેશન હેઠળ ૨૫૦થી વધુ આતંકીઓને ઠાર કરાયા છે.