Not Set/ બોરસદ: આરોપીનું કસ્ટડીમાં જ મોત થઇ જતા વિરસદ પોલીસ પર મૃતકના પરિવારજનો ગંભીર આક્ષેપ

બોરસદ, બોરસદ પાસે આવેલ રાસ ગામની ઇન્દિરા નગરીના ખોડિયાર ફળિયામાં રહેતા રમેશ પુંજા પરમાર અને કાભઈ લક્ષમણ પરમાર વચ્ચે ગઈકાલે સામાન્ય બાબતે બોલાચાલી થતા બંનેને લોકો ધ્વારા સામસામે મારામારી કરવામાં આવી હતી અને બાદમાં બંને પક્ષો ધ્વારા વિરસદ પોલીસ મથકે ક્રોસ ફરિયાદ આપવામાં આવી હતી. જેથી ગઈકાલે પોલીસ ધ્વારા રમેશ પરમાર અને કાભાઈ પરમારને પોલીસ […]

Top Stories Gujarat Others

બોરસદ,

બોરસદ પાસે આવેલ રાસ ગામની ઇન્દિરા નગરીના ખોડિયાર ફળિયામાં રહેતા રમેશ પુંજા પરમાર અને કાભઈ લક્ષમણ પરમાર વચ્ચે ગઈકાલે સામાન્ય બાબતે બોલાચાલી થતા બંનેને લોકો ધ્વારા સામસામે મારામારી કરવામાં આવી હતી અને બાદમાં બંને પક્ષો ધ્વારા વિરસદ પોલીસ મથકે ક્રોસ ફરિયાદ આપવામાં આવી હતી.

જેથી ગઈકાલે પોલીસ ધ્વારા રમેશ પરમાર અને કાભાઈ પરમારને પોલીસ મથકે લાવી કસ્ટડીમાં મૂકી દીધા હતા બાદમાં આજે સવારે કાભાઈ પરમારે પોલીસ સમક્ષ ચા પીવાની ઈચ્છા દર્શાવી હતી અને બાદમાં કસ્ટડીમાં જ તે ઢળી પડતા પોલીસ ધ્વારા કાભઈને નજીકની  સરકારી હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

જોકે તેને સારવાર મળે તે પહેલા જ તેનું મોત થઇ જતા તેના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે રમેશ પુંજા અને વીનું પુંજા ધ્વારા કાભઈને ઢોર માર મારવાથી અને પોલીસ ધ્વારા કોઈ મદદ ન મળવાને કારણે જ કાભાઈનું મોત થયું છે.

જયારે સમગ્ર મામલે પોલીસે મૃતકણી લાશનું પેનલ ડોકટરો મારફતે કરમસદ ખાતે પીએમ કરાવી મોતનું સાચું કારણ જાણવાની દિશામાં કવાયત હાથ ધરી છે.