Not Set/ નાણાકિય વર્ષ 2017-18માં 1000 ATM નો થયો ઘટાડોઃ રિઝર્વ બેંક

મુંબઈઃ દેશભરમાં નાણાકિય વર્ષ 2017-2018 દરમિયાન એટીએમ (ATM)ની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે,  1,000 ATM ઘટી જતાં તેની સંખ્યા 2.07 લાખ પર આવી ગઈ છે. આ અંગેની જાણકારી રિઝર્વ બેંક દ્વારા શુક્રવારે જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં આપવામાં આવી છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, એટીએમ (ATM)ની સંખ્યા ઓછી થવાનું મુખ્ય કારણ કેટલીક જાહેર બેંકો દ્વારા […]

Top Stories India Trending Business

મુંબઈઃ દેશભરમાં નાણાકિય વર્ષ 2017-2018 દરમિયાન એટીએમ (ATM)ની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે,  1,000 ATM ઘટી જતાં તેની સંખ્યા 2.07 લાખ પર આવી ગઈ છે. આ અંગેની જાણકારી રિઝર્વ બેંક દ્વારા શુક્રવારે જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં આપવામાં આવી છે.

આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, એટીએમ (ATM)ની સંખ્યા ઓછી થવાનું મુખ્ય કારણ કેટલીક જાહેર બેંકો દ્વારા પોતાની સંખ્યાને તાર્કિક બનાવાનું છે. આ પ્રક્રિયા વચ્ચે બેંકની શાખાઓમાં લાગેલા એટીએમની સંખ્યા આ દરમિયાન 1.09 લાખથી ઓછા થઈને 1.06 લાખ પર આવી ગયા છે. પરંતુ આ દરમિયાન શાખાઓ દ્વારા અલગથી લગાવાયેલા એટીએમની સંખ્યા 98,545થી વધુને એક લાખ પર પહોંચી ગઈ છે.

રિઝર્વ બેંકના નાણાકિય વર્ષમાં બેન્કિંગ ક્ષેત્રના વલણો પર પોતાનો તાજો રિપોર્ટ ટ્રેંડ્સ એન્ડ પ્રોગ્રેસ ઓફ બેન્કિંગ ઇન 2017/18ના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, નાણાકિય વર્ષ 2017-18માં સરકારી બેન્કોના એટીએમની સંખ્યા 1.48 લાખથી ઓછી થઈને 1.45 લાખ પર આવી ગઈ છે. આ સમય ગાળા દરમિયાન ખાનગી બેન્કોના એટીએમની સંખ્યા 58,833થી વધીને 60,145 સુધી પહોંચી ગઈ છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, એપ્રિલ 2018થી ઓગસ્ટ 2018 દરમિયાન એટીએમની સંખ્યા વધુ ઘટીને 2.04 લાખ પર આવી ગયો છે. તેમાં નાની નાણાકિય બેન્કો અને પેમેન્ટ બેન્કોના એટીએમ સામેલ નથી. તેનું કારણ એ છે ધીરે ધીરે ડિજિટલ આર્થિક વ્યવહારમાં વૃદ્ધિ થઈ રહી છે.

આ દરમિયાન પોઈન્ટ ઓફ સેલ ટર્મિનલોની સંખ્યામાં પણ ઝડપથી વધારો નોંધાઈ રહ્યો છે. વાઇટ લેવલ એટીએમની સંખ્યા વધીને 15000 પાર થઈ ગઈ છે. નાણાકિય વર્ષ 2017/18 દરમિયાન સંકલિત ચુકવણી ઈન્ટરફેસ (યૂપીઆઈ)ના માધ્યમથી કુલ 1,090 અબજ રૂપિયાની 91.5 કરોડની લેણ-દેણ થઈ છે. આ નાણાકિય વર્ષ 2018/19ના પ્રથમ છ મહિનામાં વધીને 157.9 કરોડ લેણ-દેણ પહોંચી ગઈ છે. આ દરમિયાન યૂપીઆઈના માધ્યમથી 2670 અબજ રૂપિયાની લેવડ-દેવડ થઈ છે.