Not Set/ મિત્રતાનો કરુણ અંજામ, મિત્રોની બર્થડે પાર્ટી બની લોહી લુહાણ

અમદાવાદ અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં બર્થ ડેનો દિવસ જ બની લોહી લુહાણ.આ બર્થડે પાર્ટીમાં  મિત્રએ મિત્રની હત્યા કર્યા હોવાની ઘટના સામે આવી છે. ચોંકાવનારી વાત તો એ છે કે બે મિત્રો વચ્ચે સામાન્ય બોલચાલ થતાં મિત્રએ જ મિત્રને મોતને ઘાટ ઉતાર્યો હતો. આરોપી જીગરે છરી વડે ભદ્રેશ નામના મિત્ર ઉપર જીવલેણ હુમલો કરતા ભદ્રેશનું ઘટનાસ્થળે જ […]

Ahmedabad Gujarat Trending Videos
kjlfdshf 4 મિત્રતાનો કરુણ અંજામ, મિત્રોની બર્થડે પાર્ટી બની લોહી લુહાણ

અમદાવાદ

અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં બર્થ ડેનો દિવસ જ બની લોહી લુહાણ.આ બર્થડે પાર્ટીમાં  મિત્રએ મિત્રની હત્યા કર્યા હોવાની ઘટના સામે આવી છે. ચોંકાવનારી વાત તો એ છે કે બે મિત્રો વચ્ચે સામાન્ય બોલચાલ થતાં મિત્રએ જ મિત્રને મોતને ઘાટ ઉતાર્યો હતો.

આરોપી જીગરે છરી વડે ભદ્રેશ નામના મિત્ર ઉપર જીવલેણ હુમલો કરતા ભદ્રેશનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જેની પોલીસ ફરિયાદ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે.

આ ઘટનાને પગલે પી.આઈ સહિતના સ્ટાફે સમગ્ર મામલાની હકીકત જાણવા તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આરોપી જીગર અને મૃતક ભદ્રેશ એમ બંને જણા એકબીજાના ખૂબ જ સારા મિત્રો હતા અને તેમના વચ્ચે ભૂતકાળમાં કોઈ અંગત અદાવતમાં કોઈ બનાવ બન્યો ન હતો.

ત્યારે આ મિત્રએ અચાનક ક્યા કારણોસર આ પગલા લીધા? ક્યા ગયા મિત્રતાના વાયદાઓ..? ક્યા ગયો મિત્રતાનો પ્રેમ..? આવા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે..