અમદાવાદ જિલ્લાના વડુ મથક ગણાતું વિરમગામ એસટી મથક છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓને પાસ કઢાવવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વિરમગામ તાલુકા અને નળકાંઠાના ગ્રામ્ય વિસ્તારમાંથી હજારો વિદ્યાર્થીઓ વિરમગામ વિવિધ સ્કૂલોમાં અભ્યાસ સાથે આવે છે જ્યાં એસટી મથકથી અપડાઉન કરવા માટે સરકાર દ્વારા વિદ્યાર્થી પાસની સુવિધા આપવામાં આવે છે પરંતુ વિરમગામ એસટી તંત્ર દ્વારા પાસ કાઢવા માટે ઢીલીનીતી લીધે વિદ્યાર્થીઓ લાંબી કતારમાં જોવા મળી રહ્યા છે.
આજના ઓનલાઇન જમાનામાં પણ લાંબી કતારોમાં વિધાર્થીઓ એસટીના પાસ કાઢવા માટે ઉભા રહે તે માટે તંત્રએ વિચારવું અનિવાર્ય છે, સામાન્ય રીતે એસટી બસ મથકમાં કામ કરતા કર્મચારીઓ થાય છે થશેની નીતિ અપનાવીને કામ કરતા હોવાથી લાંબી કતાર જોવા મળે છે. વિધાર્થીઓને બે -બે કલાક સુધી પાસ કઢાવવા માટે લાઇનમાં ઉભા રહેેવું પડે છે. એસટી વિભાગ સત્વરે આ વિધાર્થીઓને પાસ કઢાવવા માટે લાઇનમાં ન ઉભું રહેવું પડે તેવા અસરકારક પગલાં લેવા જોઇએ. વિધાર્થીઓની મુશ્કેલી દૂર થશે કે પછી જૈસે થે જેવી નીતિ અપનાવશે.
રિર્પોટર – નવીન મહેતા, મંતવ્ય ન્યૂઝ, ડુમાણા
આ પણ વાંચો:હવે આણંદની ક્રીસેન્ટ રેસ્ટોરેન્ટ વિવાદમાં, મસાલા પાપડમાંથી નીકળ્યો વંદો
આ પણ વાંચો:સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમને અપગ્રેડ કરવાની યોજના, 180 કરોડનો થશે ખર્ચ
