Not Set/ ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદની આગાહી, 48 કલાકમાં 33નાં મોત

ઉત્તરપ્રદેશ, રાજધાની દિલ્લી અને હિમાચલ પ્રદેશ સહિત દેશના કેટલાક રાજ્યોમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 48 કલાકમાં 33 લોકોના મોત થયાં છે જ્યારે 23 લોકોને ઇજા પહોંચી છે. 104 મકાનોને નુકસાન થયું છે. મહત્વનું છે કે, શુક્રવારે રાજ્યના 11 જિલ્લામાં ભારે વરસાદ થયો હતો. 21 જુલાઈ સુધીમાં રાજ્યમાં 50 ટકા વરસાદ પડી ગયો છે. […]

Top Stories India Trending
delhi rain water logging traffic delhi india fe250de8 9192 11e8 a4ad b76a55df4e8b ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદની આગાહી, 48 કલાકમાં 33નાં મોત

ઉત્તરપ્રદેશ, રાજધાની દિલ્લી અને હિમાચલ પ્રદેશ સહિત દેશના કેટલાક રાજ્યોમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 48 કલાકમાં 33 લોકોના મોત થયાં છે જ્યારે 23 લોકોને ઇજા પહોંચી છે. 104 મકાનોને નુકસાન થયું છે.

મહત્વનું છે કે, શુક્રવારે રાજ્યના 11 જિલ્લામાં ભારે વરસાદ થયો હતો. 21 જુલાઈ સુધીમાં રાજ્યમાં 50 ટકા વરસાદ પડી ગયો છે. છેલ્લા 24 કલાકમાં જ 15 ટકા વરસાદ પડી ચૂક્યો છે.

બે દિવસમાં મરવા વાળાનો આંકડો 58 સુંધી પહોંચી ગયો છે. રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં 100થી વધારે મકાન ધરાશાયી થઇ ગયા છે.

વરસાદને કારણે આગ્રામાં 5, મેનપુરીમાં 4, મુજફ્ફરનગર અને કાસગંજમાં 3, મેરઠ અને બરેલીમાં 2, કાનપુર,મથુરા, ગાઝિયાબાદ, હાપુડ, ઝાંસી, રાયબરેલી, જોનપુર અને જાલોનમાં 1-1 વ્યક્તિના મોત થયા છે.

9 પશુના પણ મોત થયા છે. ભારે વરસાદને કારણે ગંગા, ચંબલ અને સરયૂ નદીમાં જળસ્તર ઝડપથી વધી રહ્યું છે. હવામાન વિભાગે આજે પણ 11 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગના મુજબ પુરા ઉત્તર પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં 15 ટકા જેટલો વરસાદ વરસી ચુક્યો છે, જયારે 21 જુલાઈ સુંધી સવારે 50 ટકા વરસાદ થઇ ચુક્યો છે.

હવામાન વિભાગે 11 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. જેમાં ફૈઝાબાદ, બસ્તી, ગોરખપુર, સંતકબીરનગર, ઇલાહાબાદ, આગરા, મથુરા, બુલંદશહેર, રાયબરેલી અને ફરુખાબાદ પણ સામેલ છે.