ડ્રગ્સ/ મોરબીના ઝીંઝુડામાંથી ડ્રગ્સનો મસમોટો જથ્થો ઝડપાયો,ડ્રગ્સ માફિયાઓ પર સર્જિકલ સ્ટ્રાઇક

મોરબીના ઝીંઝુડામાંથી  ડ્રગ્સનો મસમોટો જથ્થો ઝડપાયો છે. ATSએ રવિવારે દરોડા પાડતાં ડ્રગ્સ મોટી માત્રામાં મળી આવ્યો હતો.

Top Stories Gujarat
DRUGS મોરબીના ઝીંઝુડામાંથી ડ્રગ્સનો મસમોટો જથ્થો ઝડપાયો,ડ્રગ્સ માફિયાઓ પર સર્જિકલ સ્ટ્રાઇક

ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં મોટી માત્રામાં ડ્રગ્સ પકડાઇ રહ્યું છે અને હજુપણ ડ્રગ્સ પકડાઇ રહ્યો છે જે ચિંતાજનક બાબાત છે ,હાલ ગજરાતમાં ડ્રગ્સ પકડાઇ રહ્યું છે તે ટોક ઓફ ધ કંટ્રી બન્યું છે, મહારાષ્ટ્રના એનસીપી નેતા નવાબ મલિકે પણ ગુજરાતના ડ્ર્ગ્સ મામલે ગંભીર આરોપ લગાવ્યા હતા. મોરબીના ઝીંઝુવડામાંથી મસમોટો જથ્થો ઝડપાયો છે.ATSએ દરોડા પાડીને ડ્રગ્સનો જથ્થો પકડ્યો છે.

મોરબીના ઝીંઝુડામાંથી  ડ્રગ્સનો મસમોટો જથ્થો ઝડપાયો છે. ATSએ રવિવારે દરોડા પાડતાં ડ્રગ્સ મોટી માત્રામાં મળી આવ્યો હતો. ATSએ બે મકાનમાં દરોડા પાડતાં 120 કિલો ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો હતો,કરોડો રૂપિયાનો જથ્થો પકડવામાં ATSને મોટી સફળતા સાંપડી છે. 120 કિલોની કિમત કરોડો રુપિયા છે.

સૈારાષ્ટ્રમાં હાલ ડ્રગ્સ વેપલો ખુબ વધી ગયો છે જેના અંતર્ગત રાજ્યની પોલીસ હરકતમાં આવી છે અને ડ્રગ્સના કારોબારીને પકડવા ઝુંબેશ હાથ ધરવામાં આવ્યો છે ,જેમાં પોલીસની સફળતા સાંપડી છે.સૈારાષ્ટ્ર પંથકમાં ડ્રગ્સ માફિયાને રોકવા પોલીસ હાલ સફળ થઇ છે. અગાઉ પણ દેવભૂમિ દ્વારકામાંથી ડ્રગ્સ પકડાયું હતું.ડ્રગ્સ સાથે 4 લોકોની અટકાયત પણ કરવામાં હતી.

ઉલ્લેખનીય છે કે હાલ ગુજરાતમાં ડ્રગ્સનો વેપાર ખુબ વધ્યો છે. ડ્રગ્સ માફિયાઓ રાજ્યમાં ગુજરાતના યુનાધનને બરબાદ કરી રહ્યા છે ત્યારે ડ્રગ્સને માફીયાઓ સામે પોલીસ એકશનમાં આવી ગઇ છે અન ડ્રગ્સ મામલે મોટા દરોડા અને માફિયાઓની ધરપકડ કરી રહી છે