ગતરોજ રાજ્યના દરિયાકાંઠા વિસ્તારમાંથી બિપરજોય Woman’s death વાવાઝોડું પસાર થયું હતું. જે બાદ આફ્ટરશોકના ભાગરૂપે આજે વડોદરામાં એક દુર્ઘટના સામે આવી છે. વડોદરાના તરસાલી બાયપાસ રોડ પર આવેલી સોસાયટીમાં રહેતી મહિલા સવારે ગાય બાંધવા જતા તેના પર દીવાલ પડી હતી. ઘટનામાં મહિલા ઘવાતા તેને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરોએ મહિલાને મૃત જાહેર કરી છે.
બિપરજોય વાવાઝોડાને કારણે રાજ્યના દરિયાકાંઠાના Woman’s death વિસ્તારોમાં ભારે નુકશાન થયું છે. ત્યારે વડોદરા સહિત અનેક શહેરોમાં તેની અસર વર્તાઇ હતી. પવન સાથે વરસાદ જોવા મળ્યો હતો. આ ઘટનાના બીજા દિવસે વડોદરામાં આફ્ટર શોક માની શકાય તેવી ઘટના સામે આવી છે. વડોદરાના ધનીયાવી રોડ, તરસાલી બાયપાસ પાસેની સુર્યનગર સોસાયટીમાં 45 વર્ષિય પ્રેમિલાબેન સોલંકી રહેતા હતા. આજે સવાલે સાડા નવ વાગે તેઓ ગાય બાંધવા ગયા હતા.
દરમિયાન તેમના પર દિવાલ પડતા તેઓને માથાના ભાગે Woman’s death ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તને દિવાલ નીચેથી બહાર કાઢીને ઇજાગ્રસ્ત હાલતમાં વડોદરાની એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમને ફરજ પરના ડોક્ટરોએ મૃત જાહેર કર્યા છે. તો બીજી તરફ દીવાલ પડવા અંગેની જાણકારી મળતા ફાયરનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને જરૂરી કામગીરી હાથ ધરી હતી.
વડોદરામાં ગતરોજ બિપયજોય વાવાઝોડાની અસર વર્તાતા Woman’s death પૂરજોશમાં પવન ફુંકાયો હતો. અને વરસાદ વરસ્યો હતો. જેને કારણે અનેક વિસ્તારોમાં ઝાડ પડવાની ઘટનાઓ સામે આવી હતી. પરંતુ વાવાઝોડાની અસર બાદ સંભવિત મૃત્યુ થયાની આ પહેલી ઘટના માનવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ બિપરજોય આફ્ટર ઇફેક્ટ્સ/ ગુજરાતમાં લેન્ડફોલ પછી ચક્રવાત બિપરજોયને કારણે કોઈ મૃત્યુ નથી થયું: NDRF
આ પણ વાંચોઃ Delhi NCR Weather/ દિલ્હી NCRમાં વાતવરણમાં પલટો, આકરી ગરમી બાદ વરસાદે આપી રાહત
આ પણ વાંચોઃ તિરુપતિ/ ગોવિંદરાજા સ્વામી મંદિરની બાજુમાં બિલ્ડીંગમાં ભીષણ આગ, ભક્તોમાં ભય
આ પણ વાંચોઃ Biporjoy/ દ્વારકામાં બિપરજોય વાવાઝોડા દરમિયાન હર્ષ સંઘવી રહ્યા ખડેપગે
આ પણ વાંચોઃ Biperjoy/ બિપરજોય પછી કચ્છમાં 12થી 13 ઇંચ વરસાદ