Biporjoy/ દ્વારકામાં બિપરજોય વાવાઝોડા દરમિયાન હર્ષ સંઘવી રહ્યા ખડેપગે

બિપરજોય વાવાઝોડાના પગલે રાજ્યમાં ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રમાં મોટાપાયે ખાનાખરાબી થઈ છે. પણ તંત્રની સજાગતાના લીધે આ વખતે વાવાઝોડામાં કોઈનો પણ જીવ ગયો ન હતો. રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી પોતે દ્વારકામાં સમગ્ર વાવાઝોડા દરમિયાન ખડેપગે રહ્યા હતા અને તંત્રને સૂચનાઓ તથા માર્ગદર્શન આપતા દેખાયા હતા. 

Top Stories Gujarat
Harsh Sanghvi Biporjoy દ્વારકામાં બિપરજોય વાવાઝોડા દરમિયાન હર્ષ સંઘવી રહ્યા ખડેપગે

બિપરજોય વાવાઝોડાના પગલે રાજ્યમાં Biporjoy ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રમાં મોટાપાયે ખાનાખરાબી થઈ છે. પણ તંત્રની સજાગતાના લીધે આ વખતે વાવાઝોડામાં કોઈનો પણ જીવ ગયો ન હતો. રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી પોતે દ્વારકામાં સમગ્ર વાવાઝોડા દરમિયાન ખડેપગે રહ્યા હતા અને તંત્રને સૂચનાઓ તથા માર્ગદર્શન આપતા દેખાયા હતા.

રાજ્યમાં ગઇકાલે ત્રાટકેલા વાવાઝોડાથી Biporjoy અનેક લોકોને અસર પહોંચી છે, દરિયા કાંઠાના અનેક ગામોને બિપરજૉય વાવાઝોડુ આવે એ પહેલા ખાલી કરાવી દેવામાં આવ્યા હતા, કેટલાય લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા. ગુજરાત સરકારના ગૃહ મંત્રી હર્ષ સંઘવી મોડી રાત્રે દ્વારકાની અચાનક મુલાકાતે પહોંચી ગયા હતા, અહીં તેમને સ્થાનિકોને મદદ કરી હતી. વાવાઝોડાની અસરથી દ્વારકા જિલ્લો ખુબ જ પ્રભાવિત થયો છે. ગૃહમંત્રી ગઈકાલ રાતથી અહીં ખડેપગે રહીને તમામ સ્થિતિની વિગતો લઇ રહ્યાં હતા, હર્ષ સંઘવીએ વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા માટે આર્મી, એનડીઆરએફ, એસડીઆરએફ, ગુજરાત પોલીસ સહિત તમામ તંત્રની ટીમોની ભરપૂર પ્રશંસા કરી હતી.

વીડિયોમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે, રાજ્યના Biporjoy ગૃહમંત્રી હર્ષ સંઘવી બચાવ અને રાહત કામગીરી કરી રહેલી ફૉર્સ ટીમની વચ્ચે છે, રસ્તાંઓ પર ધરાશાઇ થઇ ગયેલા ઝાડોને વચ્ચેથી સાઇડમાં ખસેડવાની કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન તેઓ પોલીસ અને અને અન્ય સ્ટાફને સલાહ પણ આપી રહ્યાં છે. હર્ષ સંઘવીએ ખુદ નૉર્મલ કપડાં ટીશર્ટ અને જીન્સમાં માથે ટોપી પહેરીને હાજરી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે હું પોતે મુખ્યપ્રધાનશ્રી ભુપેન્દ્ર પટેલના નિરીક્ષણ હેઠળ અને તેમની સૂચનાથી કામ કરી રહ્યો છું અને તેમને રિપોર્ટિંગ કરી રહ્યો છું. સીએમ પોતે સ્ટેટ ઇમરજન્સી સેન્ટરમાં બેસીને સ્થિતિનો તાગ લઈ રહ્યા છે.

હર્ષ સંઘવી દ્વારકામાં વાવાઝોડાની સ્થિતિનો તાગ Biporjoy લેવા નીકળ્યા હતા ત્યારે તેમણે મીડિયા સાથે વાત કરી હતી. આ સમયે તેઓએ કહ્યું કે પ્લાનિંગ અને સતર્કતાથી કામગીરી કરવાના કારણે આપણા દરિયાકિનારાના જે સૌથી વધારે રિસ્ક વાળા ગામડાં હતા ત્યાંથી અનેક લોકોને સ્થળાતરિંત કરીને તેમનો જીવ બચાવી લેવાયો છે. બચાવ કામગીરીમાં ભગવાનના આશીર્વાદથી સફળતા મળી છે. આ સાથે તેઓએ તમામ કામગીરીની પ્રશંસા કરી છે અને સાથે તેઓએ પોતાના પરિવારને છોડીને ગુજરાતવાસીઓની સેવામાં કામગીરીમાં રાતે પણ ફરજ નીભાવી છે. પશુ હોય પક્ષીઓ હોય કે માનવીઓ તમામને આ આફતથી બચાવવા માટેની કામગીરી કરાઈ છે.

 

આ પણ વાંચોઃ Biperjoy/બિપરજોય પછી કચ્છમાં 12થી 13 ઇંચ વરસાદ

આ પણ વાંચોઃ બિપરજોય આફ્ટર ઇફેક્ટ્સ/બિપરજોયે મચાવી આવી તબાહી, વિનાશ પછી હોશ ઉડાવી દેતા વીડિયો જુઓ

આ પણ વાંચોઃ Biperjoy/વાવાઝોડા દરમિયાન ભાવનગરમાં પિતાપુત્રના મોત

આ પણ વાંચોઃ બિપરજોય આફ્ટર ઇફેક્ટ્સ/ગુજરાતમાં ચક્રવાત બિપરજોયે મચાવી તબાહી, બે લોકોના મોત, 22 ઘાયલ, 23 પશુઓના પણ મોત

આ પણ વાંચોઃ Cyclone Biporjoy/બિપરજોય વાવાઝોડું પસારઃ કચ્છમાં તારાજી પણ જાનહાનિ નહીં