OMG!/ પોરબંદર નગરપાલિકાની ચૂંટણીમાં ભાભીએ દિયરને હરાવતા ચર્ચાઓએ જોર પકડ્યું

ગુજરાતમાં યોજાયેલી 31 જીલ્લા પંચાયત, 81 નગરપાલિકા તથા 231 તાલુકા પંચાયતોની ચૂંટણીમાં ભાજપનો એકતરફી વિજય થયો છે,

Gujarat Others
A 40 પોરબંદર નગરપાલિકાની ચૂંટણીમાં ભાભીએ દિયરને હરાવતા ચર્ચાઓએ જોર પકડ્યું

ગુજરાતમાં યોજાયેલી 31 જીલ્લા પંચાયત, 81 નગરપાલિકા તથા 231 તાલુકા પંચાયતોની ચૂંટણીમાં ભાજપનો એકતરફી વિજય થયો છે, જયારે કોંગ્રેસ પાર્ટીના સુપડા સાફ થઇ ગયા છે, ત્યારે રાજ્યની આ ચૂંટણીમાં કેટલાક ઘરોમાં પારિવારિક સંબંધ ધરાવતા જ ઉમેદવારોએ એકબીજાને હરાવ્યા છે.

આ જ પ્રકારનો એક કિસ્સો પોરબંદર નગરપાલિકાની ચૂંટણીના પરિણામો બાદ સર્જાયા છે, જેને લઈને ચર્ચાઓનો દોર શરુ થયો છે, જેમાં નગરપાલિકા સાથે ઘરમાં પણ કૉંગ્રેસની હાર થઈ છે.

હકીકતમાં, પોરબંદર નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 1માં લડી રહેલા મહિલા ઉમેદવારે ભાજપમાંથી લડી અને કૉંગ્રેસમાંથી લડેલા દીયરને હરાવ્યા છે. ભાજપના આ ઉમેદવારનું નામ પાયલ બાપોદરા છે, જેમને કૉંગ્રેસની પેનલમાં તેમના દીયર વિજય બાપોદરાને હરાવ્યા છે.

આ ચૂંટણીના પરિણામો બાદ સામે આવી રહ્યું છે કે, ભાભીએ દીયરને હરાવતા રાજ્યમાં તો ઠીક પર ઘરમાં પણ કૉંગ્રેસ ક્યાયની નથી રહી. આ પરિણામો જોતા હવે કોંગ્રેસ પાર્ટીએ મનોમંથન કરવું જરૂરી બની ગયું છે.

આપને  જણાવી દઈએ કે, રાજ્યમાં યોજાયેલી 31 જીલ્લા પંચાયત, 81 નગરપાલિકા તથા 231 તાલુકા પંચાયતોની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે અને ૬ મહાનગરો બાદ પાર્ટીએ વધુ એકવાર એકતરફી જીત હાંસલ કરી છે, ત્યારે બીજી બાજુ કોંગ્રેસ પાર્ટીના સુપડા સાફ થઇ ગયા છે.