America/ કમલા હેરિસ 2024માં રાષ્ટ્રપતિ બનશે : બ્રિટિશ સટ્ટા કંપનીનો મોટો દાવો

ભારતીય મૂળના કમલા હેરિસ 2024માં US રાષ્ટ્રપતિ બનશે : બ્રિટિશ સટ્ટા કંપનીનો મોટો દાવો

World
bhayali 25 કમલા હેરિસ 2024માં રાષ્ટ્રપતિ બનશે : બ્રિટિશ સટ્ટા કંપનીનો મોટો દાવો

યુએસમાં હાલમાં જ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી સંપન્ન થઈ છે. જે ખુબ જ રસાકસી ભરી રહી હતી. યુ.એસ. માં આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી વર્ષ 2024માં યોજાશે. પરંતુ આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી અંગે અત્યારથી જ અટકળો શરુ થઈ ચુકી છે.  બ્રિટિશ સટ્ટા કંપની લાડબ્રોકસનો દાવો છે કે ભારતીય અમેરિકન ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી શકે છે.

કમલા હેરિસની આગામી રાષ્ટ્રપતિની ચૂંટણીના પ્રબળ દાવેદાર

યુએસના વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે લોકોની પહેલી પસંદ છે. તેણીના જીતવાની તકો 22 ટકા છે. આ કિસ્સામાં, તેઓ યુએસના હાલના રાષ્ટ્રપતિ જો બીડેન અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પથી આગળ છે.

સટ્ટાકીય કંપની લાડબ્રોકસ અનુસાર, ભારતીય મૂળના કમલા હેરિસના 2024 ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીતવાની શક્યતા 22.2 ટકા છે. આ પછી 20 ટકા તક સાથે 78 વર્ષના બિડેન છે. જ્યારે પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પની જીતવાની સંભાવના 14.3 ટકા છે. તમને જણાવી દઈએ કે કમલા હેરિસ અમેરિકાની પહેલી મહિલા વાઇસ પ્રેસિડેન્ટ છે.

ટ્રમ્પ 2024 ની રાષ્ટ્રપતિની ચૂંટણી લડી શકે છે

ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસ છોડ્યા બાદ પહેલા ભાષણમાં સંકેત આપ્યો હતો કે તેઓ 2024 ની રાષ્ટ્રપતિની ચૂંટણી પણ લડી શકે છે. તે જ સમયે, તેમણે તેમના રિપબ્લિકન પાર્ટીને એક કરવા અપીલ કરતા, બિડેન  વહીવટી તંત્રને જોરદાર નિશાન બનાવ્યું હતું. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે ‘ બિડેન વહીવટના માત્ર એક મહિનામાં તેમનો દેશ’ અમેરિકા ફર્સ્ટ ‘થી’ અમેરિકા લાસ્ટ ‘ બની ગયો છે. ફ્લોરિડામાં કન્ઝર્વેટિવ પોલિટિકલ એક્શન કમિટી કોન્ફરન્સમાં રવિવારે  74 વર્ષીય ટ્રમ્પે પૂરતા સંકેતો આપ્યા છે કે તેઓ 2024 ની રાષ્ટ્રપતિની ચૂંટણી તરફ આગળ વધી રહ્યા છે.