Not Set/ અફઘાનિસ્તાનમાં તાલિબાનોનો વધતા આતંકના લીધે આ દેશ દૂતાવાસ બંધ કરી દેશે

પશ્વિમ દૂતાવાસોએ રાજધાનીમાંથી કર્મચારીઓને બહાર કાઢવામાં મદદ માટે સૈન્ય મોકલવાની તૈયારી કરી લીધી છે

World
દૂતાવાસ અફઘાનિસ્તાનમાં તાલિબાનોનો વધતા આતંકના લીધે આ દેશ દૂતાવાસ બંધ કરી દેશે

ડચ સરકાર શુક્રવારને કહ્યું કે, કાબુલમાં અમારે દૂતાવાસ બંધ કરવો પડશે તેનું કારણ અફઘાનિસ્તાનમાં બગડતી સુરક્ષા સ્થિતિ છે અમારા કેટલાક સ્થાનિક અફઘાન કર્મચારીઓ પાછા લાવવા કામ કરી રહ્યા છે. વિદેશ મંત્રી સિગ્રિડ કાગે હેગમાં જણાવ્યું હતું કે, નીધરલેન્ડ અમારા દુતાવાસને લાંબ સમય સુધી ચાલુ રાખવાની ઇચ્છા છે, પરંતુ કાબુલ તાલિબાનની સંકજામાં આવે છે અથવા ઈસ્લામી વિદ્રોહીઓ દ્વારા કબ્જા કરવામાં આવે છે, તો અસ્થિર થઇ શકે છે.

ડચના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ પુષ્ટિ કરી કે દૂતાવાસના કર્મચારીઓને પાછા બોલાવવાની પ્રક્રિયા ચાલી રહી છે, પરંતુ સુરક્ષાની ચિંતાને ધ્યાનમાં રાખીને કર્મચારીઓને પરત બોલાવી રહ્યા છે, કેટલા ડચ કર્મચારીઓ ત્યાં છે તે જણાવ્યું નથી. “અમે બધા વિકલ્પો પર ફરી વિચાર કરી રહ્યા છીએ, ટેસા વાન સ્ટેડેને કહ્યું કે તાલિબાને શુક્રવારે અફઘાનિસ્તાન પર પોતાની પકડ મજબૂત કરી લીધી છે, તાલિબાનોએ બીજા અને ત્રીજા સૌથી મોટા શહેરો પર નિયંત્રણ કરી લીધું છે, જ્યારે પશ્વિમ દૂતાવાસોએ રાજધાનીમાંથી કર્મચારીઓને બહાર કાઢવામાં મદદ માટે સૈન્ય મોકલવાની તૈયારી કરી લીધી છે.
અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ ધીરે ધીરે તમામ વિસ્તાર પર કબજો કરી રહ્યા છે. અમેરિકા સમર્થિત અફઘાનિસ્તાન સરકાર પડી ભાંગે તેવી સ્થિતિનું હાલ નિર્માણ થયું છે. કારણ કે 20 વર્ષના યુદ્વ બાદ આંતરરાષ્ટ્રીય દળો પરત ફર્યા છે.અમેરિકાના રક્ષા અધિકારીએ અમેરિકા ગુપ્તચર વિભાગનો હવાલો આપીને કહ્યું હતું કે તાલિબાનો 90 દિવસની અંદર કાબુલ પર કબજો મેળવી લેશે.