સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામા આવેલ કચ્છના નાના રણમાં થોડા દિવસ પહેલા ૧૭ જેટલી રણ બસ વિવિધ વિસ્તારોમાં પહોંચવામા આવી જેમાં અગરીયાઓના બાળકોને શિક્ષણ પુરી પાડવામાં આવી રહ્યું છે.
ત્યારે અગરીયા મહાસંઘ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવી હતી અને રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે અગરીયા મહાસંઘના મહામંત્રીના જણાવ્યા મુજબ રણ બસ શાળામાં સુવિધાઓ છે કે નહીં તે માટે રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી.
જેમાં છઠ્ઠીનું રણ, ચામુંડા રણ,સોમાનસંગ, નારણપુરા રણ,ભનુ મનીષ રણ,સત નારણ રણ, ગણેશ રણ, નાગબાઈ રણ,જનતા રણ,સોમા માનસંગ રણ, સહિત રણ બસશાળાની મુલાકાત કરવામાં આવી હતી પીવાના પાણીની સુવિધાનો અભાવ,બાથરૂમની અસુવિધા ઉપરાંત LED સેવા ઠપ્પ જોવા મળતા રોષ વ્યાપી જવા પામ્યો છે.
જો કે શિક્ષકની હાજરી જોવા મળી હતી પરંતુ બાળકોની સંખ્યામા ઘટાડો જોવા મળ્યો હતો તંત્ર દ્વારા રણબસ શાળામા પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માગ અગરીયા સમુદાયમા ઉઠવા પામી છે.
રણ બસશાળા મુકવામાં આવી છે તેની આસપાસના બાળકો ભણવા માટે આવેલ છે જ્યારે અમુક બાળકોને રણ બસશાળાનુ અંતર ત્રણ કિલોમીટર જેટલુ હોવાથી ભણવા આવતા ન હોવાનો ગણગણાટ થઈ રહ્યો છે. રણ બસશાળા મુકવામાં આવી છે તેની આસપાસના બાળકો ભણવા માટે આવેલ છે જ્યારે અમુક બાળકોને રણ બસશાળાનુ અંતર ત્રણ કિલોમીટર જેટલુ હોવાથી ભણવા આવતા ન હોવાનો ગણગણાટ થઈ રહ્યો છે.
પ્રિયકાંત ચાવડા, પાટડી, સુરેન્દ્રનગર