Navsari police/ નવસારીના ખેરગામની હિન્દુ સગીરાને પ્રેમજાળમાં ફસાવનાર વિધર્મી બૂટલગેર મુંબઇથી ઝડપાયો,9 દિવસના રિમાન્ડ મંજૂર

નવસારીના ખેરગામના હિન્દુ સગીરાને વર્ષ 2019 માં વિધર્મી અને લિસ્ટેડ બુટલેગર અસીમ નીઝામમિયા શેખે જબરદસ્તી પ્રેમમાં ફસાવી હતી

Top Stories Gujarat
8 2 નવસારીના ખેરગામની હિન્દુ સગીરાને પ્રેમજાળમાં ફસાવનાર વિધર્મી બૂટલગેર મુંબઇથી ઝડપાયો,9 દિવસના રિમાન્ડ મંજૂર

ખેરગામની સગીરાને જબરદસ્તી પોતાના પ્રેમમાં ફસાવી અનેકવાર દુષ્કર્મ આચરી લવ જેહાદથી બચવા પોતાના હત્યારોપી મિત્ર સાથે નવસારીની મહિલા વકીલની આઇડિયથી મંદિરમાં લગ્ન કરાવી પીડિતાને હેરાન કરનાર રીઢા ગુનેગાર અસીમ શેખને નવસારી LCB પોલીસે ટકેનીલ સર્વેલન્સ અને હ્યુમન ઈટલિજન્સની મદદથી મુંબઈની ફાઉન્ટન હોટલ ખાતેથી દબોચી લઈ, પોલીસે 9 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.જેનું સરઘસ કાઢવામાં આવ્યું હતું.

નવસારીના ખેરગામના હિન્દુ સગીરાને વર્ષ 2019 માં વિધર્મી અને લિસ્ટેડ બુટલેગર અસીમ નીઝામમિયા શેખે જબરદસ્તી પ્રેમમાં ફસાવી હતી. બાદમાં તેની છેડતી કરી પીડિતાને હેરાન કરતો હતો, સગીરા ભણવા વડોદરા ગઈ ત્યાં પણ તેની પાછળ પહોંચી જબરદસ્તી તેની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યુ હતું. બાદમાં પીડિતાને બેગમ બનાવવાની લાલચ આપી તેના મોબાઈલ ફોનને હેક કરીને તેની તમામ ગતિવિધિ પર નજર રાખતો હતો. સાથે જ પીડિતાને ધમકાવીને તેની સાથે જ સબંધ રાખવા મજબૂર કરતા અસીમે પીડતા સાથે લગ્ન કરે તો લવ જેહાદમાં ફસાઈ જવાની બીકે પોતાના હત્યારોપી મિત્ર રોનક પટેલની સાથે લગ્ન કરાવી આપ્યા હતા. પરંતુ બાદમાં પીડિતાના પરિવારજનોની ફરિયાદ પર પોલીસે પીડિતા અને રોનકને લાવી હતી. સાથે જ પીડિતાનું કાઉંસેલિંગ કરતા પીડિતાએ અસીમના ત્રાસની આપવિતી વર્ણવી હતી. જેમાં પોલીસે પીડિતાને તેના પરિવારજનોને સોંપ્યા બાદ પીડિતાએ અસીમ શેખ, કહેવાતો પતિ બનેલ રોનક પટેલ સામે ફરિયાદ નોંધાવતા નવસારી જિલ્લા પોલીસ હરકતમાં આવી હતી.

પોલીસે ખેરગામના લિસ્ટેડ બુટલેગર અને રીઢા ગુનેગાર અસીમ શેખને પકડવા LCB, SOG અને સ્થાનિક પોલીસની ટીમ બનાવી તપાસને વેગ આપ્યો હતો. જેમાં ટેકનિકલ સરવેલાન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પોલીસે અસીમ રાજસ્થાનના જયપુરમાં હોવાની માહિતી મેળવી હતી. જેમાં અસીમ જયપુર એરપોર્ટથી મુંબઈ અને મુંબઈથી સડક માર્ગે ગુજરાત આવવાની બાતમી મળતા જ નવસારી LCB ની એક ટીમ મુંબઈ પહોંચી હતી. પોલીસે આરોપી વિધર્મી અસીમ શેખને મુંબઈની ફાઉન્ટન હોટલ ખાતેથી દબોચી લીધો હતો. બાદમાં નવસારી લાવી વિધર્મી અસીમને નવસારી કોર્ટમાં રજુ કરી 9 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.જે બાદ વિધર્મી બુટલેગર અસીમ શેખ નું સરઘસ ખેરગામ ખાતે કાઢવામાં આવ્યું હતું જે દરમ્યાન સ્થાનિકોએ પોલીસ નો આભર માની પોલીસ પર પુષ્પ વર્ષા કરી હતી સાથે પુષ્પ આપી સ્વાગત પણ કર્યું હતું આ સાથે હિન્દૂ સંગઠનો દ્વારા નવસારી પોલીસ જીંદાબાદ અને જય શ્રીરામ ના નારા લાગ્યા હતા અને ફટાકડા પણ ફોડવામાં આવ્યા હતા જેનાથી ખેરગામ પંથકમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો.