announced/ વિન્ડીઝ T20 સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત,હાર્દિક પંડયા કેપ્ટન,યશસ્વી-તિલકને મળી તક

ટીમમાં નિયમિત કેપ્ટન રોહિત શર્મા, સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી સહિત વરિષ્ઠ ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. ટી-20 સિરીઝ 3 ઓગસ્ટથી શરૂ થશે.

Top Stories Sports
7 2 વિન્ડીઝ T20 સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત,હાર્દિક પંડયા કેપ્ટન,યશસ્વી-તિલકને મળી તક

ટેસ્ટ અને વનડે સિવાય ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે ટી20 સીરીઝ પણ રમવાની છે. આ સીરિઝમાં અજીત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિએ બુધવારે (5 જુલાઈ) પાંચ મેચની T20 શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી હતી. 15 સભ્યોની ટીમની કમાન હાર્દિક પંડ્યાના હાથમાં રહેશે. આ સાથે જ તિલક વર્મા અને યશસ્વી જયસ્વાલનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ટીમમાં નિયમિત કેપ્ટન રોહિત શર્મા, સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી સહિત વરિષ્ઠ ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. ટી-20 સિરીઝ 3 ઓગસ્ટથી શરૂ થશે.

IPL 2023 યશસ્વી જયસ્વાલ અને તિલક વર્મા માટે શાનદાર રહ્યું. જયસ્વાલે રાજસ્થાન રોયલ્સ માટે 14 મેચોમાં 163.61ના સ્ટ્રાઈક રેટથી 625 રન બનાવ્યા, જેમાં એક સદી અને પાંચ અડધી સદીનો સમાવેશ થાય છે. યશસ્વીના નામે આઈપીએલના ઈતિહાસમાં સૌથી ઝડપી ફિફ્ટીનો રેકોર્ડ પણ નોંધાયો છે. ડાબોડી બેટ્સમેન તિલક વર્માએ મુંબઈ ઈન્ડિયન્સ માટે ખૂબ પ્રભાવિત કર્યા અને 11 મેચમાં 343 રન બનાવ્યા.

T20I શ્રેણી માટે ભારતીય ટીમઃ ઈશાન કિશન )ૉ, શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (વીસીપી), સંજુ સેમસન હાર્દિક પંડ્યા (c), અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, રવિ બિશ્નોઈ , અર્શદીપ સિંહ , ઉમરાન મલિક , અવેશ ખાન , મુકેશ કુમાર.