દિવસેને દિવસે હત્યાના કિસ્સા સામે આવતા જોવા મળે છે. મોટા શહેરોથી માંડીને નાના ગામડાઓ સુધી હત્યાનાં અવાર-નવાર કેસ નજરે આવે છે. એવા સમયે ફરી એક વાર સંસ્કારી નગરી કહેવાતી વડોદરા નગરીનાં આલમગીર પાસેથી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચવા પામ્યો છે. તાજા જાણકારીમાં મહિલાની હત્યા કરાઈ હોવાનું સામે આવી રહ્યુ છે. મહિલાનાં મૃતદેહને એક રખડતા સામાનની સમાન એક પ્લાસ્ટીકનાં કોથળામાંથી મળી આવતા અનેક પ્રશ્નો સર્જાયા છે. કયા કારણોથી હત્યા કરવામાં આવી? આ હત્યા પાછળ કોનો હાથ છે? કેમ આવા બનાવો દિવસેને દિવસે વધતા જોવા મળી રહ્યા છે? શું માણસોની હત્યા કરતા જીવ નથી અટકતો? આવા ઘણા પ્રશ્નો સાથે એક પ્રશ્નાર્થ ચિંન્હ પણ જોવા મળે છે.
મહિલાનો મૃતદેહ મળી આવ્યા બાદ આસપાસનાં સ્થાનીકોએ તુરંત જ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. મહિલાની ક્રૂરતા પૂર્વક હત્યા કરવામાં આવી છે તેવું પોલીસ અનુમાન લગાવી રહી છે. હત્યા પાછળનાં ભેદ ઉકેલવા માટે ડોગ સ્ક્વોર્ડ અને FSLની ટીમની પણ મદદ લેવામાં આવી હતી. મહિલાનું મૃત્યુ કેવી રીતે કરવામા આવ્યું તેની પાછળ કોનો હાથ છે? અને મહિલાની ઓળખ છતી કરવા માટેનાં પગલા હાથ ધરાયા છે. વડોદરા જીલ્લામાં હત્યા અને ગુનાઓની સંખ્યા દિવસેને દિવસે વધતા લોકોમાં ભયનો માહોલ પણ પ્રસરતો દેખાઇ રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.