Not Set/ પીએમ મોદીએ ઇમરાન ખાનને પહેલીવાર પત્ર લખ્યો,આંતકનો માર્ગ છોડો તો જ થશે વાતચીત

પીએમ નરેન્દ્ર મોદીએ લાંબા સમય પછી પાકિસ્તાનને પ્રતિક્રિયા આપી છે.પીએમ મોદીએ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને પત્ર લખ્યો છે.પીએમ મોદી અને વિદેશમંત્રી એસ. જયશંકરે પાકિસ્તાન પીએમ ઇમરાન ખાન અને વિદેશ મંત્રી એફએમ કુરૈશીના ઉપદેશ સંદેશાનો જવાબ આપ્યો છે. પીએમ મોદીએ ઇમરાન ખાનને લખ્યું છે કે, ‘બંને દેશ વચ્ચે એક અનુકૂળ વાતાવરણ બનાવવા પર ફરીથી વિચારવું જોઈએ, […]

Top Stories Uncategorized
scfhasolclc 5 પીએમ મોદીએ ઇમરાન ખાનને પહેલીવાર પત્ર લખ્યો,આંતકનો માર્ગ છોડો તો જ થશે વાતચીત

પીએમ નરેન્દ્ર મોદીએ લાંબા સમય પછી પાકિસ્તાનને પ્રતિક્રિયા આપી છે.પીએમ મોદીએ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને પત્ર લખ્યો છે.પીએમ મોદી અને વિદેશમંત્રી એસ. જયશંકરે પાકિસ્તાન પીએમ ઇમરાન ખાન અને વિદેશ મંત્રી એફએમ કુરૈશીના ઉપદેશ સંદેશાનો જવાબ આપ્યો છે. પીએમ મોદીએ ઇમરાન ખાનને લખ્યું છે કે, ‘બંને દેશ વચ્ચે એક અનુકૂળ વાતાવરણ બનાવવા પર ફરીથી વિચારવું જોઈએ, જે આતંકનો માર્ગ છોડીને જ શક્ય છે.’

ઇમરાન ખાનને મોકલવામાં આવેલા પત્રમાં આતંક મુક્ત માહોલનો ઉલ્લેખ છે, પરંતુ બંને દેશો વચ્ચેની વાતચીત ક્યારે શરૂ થશે, આ અંગે કોઈ ઉલ્લેખ નથી.પત્રમાં લખવામાં આવ્યું છે કે ભારતને બધા તેના પડોશી દેશો સાથે ઘણા સારા સંબંધ છે. આ ક્ષેત્રમાં વિકાસ માટે શાંતિ અને સ્થિરતા જરૂરી છે. ભારતની પ્રાથમિકતા હંમેશાં જનતાનો વિકાસ છે.

પાકિસ્તાન સતત ભારત સાથે વાતચીતની રજૂઆત કરે છે. પરંતુ ભારતનું સ્ટેન્ડ સાફ છે. ભારત કહે છે કે જ્યાં સુધી પાકિસ્તાન તરફથી આતંકવાદ પર કોઈ પગલાં લેવાય નહીં, ત્યાં સુધી વાતચીત નહીં થાય.

થોડા  દિવસ પહેલાં કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં 13-14 જુન યોજાયેલ શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન (એસસીઓ) સમિટમાં પીએમ મોદી અને ઇમરાન ખાનની મુલાકાત થઇ હતી. બંને નેતાઓએ એસસીઓ સમિટથી બીજા એક-બીજા સાથે લાઉન્જમાં જ અભિવાદન કર્યું હતું.

ફેબ્રુઆરીમાં પુલવામામાં સીઆરપીએફ કાફલા પર થયેલ આતંકી હુમલા બાદ બંને દેશો વચ્ચે કડવાશ આવી ગઈ છે. આ ઘટના પછી બન્ને પ્રધાનમંત્રીઓ વચ્ચે આ પહેલું અભિવાદ હતું.

એસસીઓ સંમેલન અને તેના પહેલા પણ પાકિસ્તાની પીએમ ઇમરાન ખાનને ઘણી વાર ભારત તરફથી તમામ મુદ્દાઓ ઉકેલવા માટે વાતચીત કરવાની રજૂઆત કરી ચુક્યા છે. તેમણે કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે પણ મુદ્દાઓ છે, તેના પર વાતચીત કરી શકાતી નથી. રેડિયો પાકિસ્તાનને આપેલા ઇન્ટરવ્યુમાં ઇમરાને જણાવ્યું હતું કે, બંને દેશોના સૈન્ય પદ્ધતિઓથી સમસ્યાઓ ઉકેલ કરવાને બદલે બીજી કોઈ રીતે હલ લાવવા કોઈ પણ હાલતમાં વિચારવું જોઈએ. તેમણે કહ્યું કે બંને દેશો સાથે મળીને કાશ્મીર મુદ્દો ઉકેલવો જોઈએ.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.