દાદાગીરી/ ટંકારામાં ભૂમાફિયા સામે અવાજ ઉઠાવનાર વ્યક્તિને મળી જાનથી મારી નાખવાની ધમકી

  રાજ્યમાં જમીન પચાવી પાડવાના મામલે પોલીસે અસામાજીક તત્વોની સામે કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે. તેના કારણે હવે અસમાજિક તત્વોમાં ભારે ફફડાટ ફેલાઇ ગયું છે. જેના કારણે હવે તેઓ ફરિયાદીને ધમકાવવાનું અને ડરાવવાનું શરૂ કર્યું છે. તાજેતરની જો વાત કરીએ તો ટંકારામાં પણ આવોજ એક બનાવ બન્યો હતો. જેમાં ભૂમાફિયાઓની સામે અવાજ ઉઠાવવા ગયેલા […]

Gujarat
land grabing act ટંકારામાં ભૂમાફિયા સામે અવાજ ઉઠાવનાર વ્યક્તિને મળી જાનથી મારી નાખવાની ધમકી

 

રાજ્યમાં જમીન પચાવી પાડવાના મામલે પોલીસે અસામાજીક તત્વોની સામે કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે. તેના કારણે હવે અસમાજિક તત્વોમાં ભારે ફફડાટ ફેલાઇ ગયું છે. જેના કારણે હવે તેઓ ફરિયાદીને ધમકાવવાનું અને ડરાવવાનું શરૂ કર્યું છે. તાજેતરની જો વાત કરીએ તો ટંકારામાં પણ આવોજ એક બનાવ બન્યો હતો. જેમાં ભૂમાફિયાઓની સામે અવાજ ઉઠાવવા ગયેલા વ્યક્તિને કેટલાક ઈસમોએ ધમકાવ્યા છે. જે મામલે પોલીસ ફરિયાદ દાખલ થતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

 

ટંકારામાં જમીન પચાવી પાડવા બાબતે અરજીને પગલે ચાર ઇસમોએ યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હોય જે બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

 

ટંકારાના ગજડી ગામના રહેવાસી પ્રકાશ કાળુભાઈ ડાંગર આહીર (ઉ.વ.૩૮) પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેને ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ હેઠળ અરજી કરેલ હોય જે અન્વયે તપાસમાં આવતા પ્રકાશ ડાંગરને ગજડી ઘુનડાને જોડતા રસ્તા પર બોલાવી આરોપીઓ વાસીયાંગ પુનાભાઈ ડાંગર, ભગવાનભાઈ પુનાભાઈ ડાંગર, પ્રકાશ પુનાભાઈ ડાંગર અને રાયધન મેસુરભાઈ સોઢીયા રહે બધા ગજડી તા. ટંકારા વાળાએ ગાળો આપી તને આઠ દિવસમાં મારી નાખવો છે કહીને ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ છે ટંકારા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે