Not Set/ દહેજ-ઘોઘા રો-રો ફેરી સર્વિસની સોમવાર સુધીની ટ્રીપ રદ્દ, મુસાફરોને રિફંડ અપાશે

દહેજથી ઘોઘા જતી રો-રો ફેરી સર્વિસમાં હાલમાં જ યાંત્રિક ખામી સર્જાવવાના કારણે જહાજ મધદરિયે બંધ પડ્યું હતું. આ મામલે ફેરીની સોમવાર સુધીની તમામ ટ્રીપ રદ્દ કરવામાં આવી છે. જે મુસાફરોનું બુકિંગ કરવામાં આવ્યું હતું તેમને રિફંડ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સર્વિસમાં કાર્ગો ફેરીના સ્થાને ઈન્ડિગો વન જહાજ ચલાવવામાં આવે છે. અત્રે જણાવવાનું કે તા […]

Top Stories Gujarat Others
DncIm5dXgAALhtT દહેજ-ઘોઘા રો-રો ફેરી સર્વિસની સોમવાર સુધીની ટ્રીપ રદ્દ, મુસાફરોને રિફંડ અપાશે

દહેજથી ઘોઘા જતી રો-રો ફેરી સર્વિસમાં હાલમાં જ યાંત્રિક ખામી સર્જાવવાના કારણે જહાજ મધદરિયે બંધ પડ્યું હતું. આ મામલે ફેરીની સોમવાર સુધીની તમામ ટ્રીપ રદ્દ કરવામાં આવી છે. જે મુસાફરોનું બુકિંગ કરવામાં આવ્યું હતું તેમને રિફંડ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ સર્વિસમાં કાર્ગો ફેરીના સ્થાને ઈન્ડિગો વન જહાજ ચલાવવામાં આવે છે. અત્રે જણાવવાનું કે તા 21મી નવેમ્બરના રોજ થોડા સમય પહેલાં શરૂ કરવામાં આવેલી રો-રો ફેરીનું જહાજ મધદરિયે બગાડ્યું હતું. દહેજથી ઘોઘા તરફ સવારે 11 વાગે આવતી ટ્રીપના જહાજમાં યાંત્રિક ખામી સર્જાઇ હતી જેથી મધદરિયે 3 માઇલ વચ્ચે ખોટવાઇ ગયું હતું.

જહાજ દરિયા વચ્ચે એક કલાક સુધી બંધ પડી રહ્યું હતું અને મદદ માટેની રાહ જોઇ રહ્યું હતું. ત્યારબાદ જીએમડીને મેસેજ પાસ કરવામાં આવ્યો હતો. જીએમડી દ્વારા ટગની વ્યવસ્થા કરી મુસાફરોને સલામત રીતે ઘોઘા તરફ લાવવા માટેની કવાયત હાથ ધરી હતી. આ જહાજમાં 450થી વધુ મુસાફરો સવાર હતા અને 95થી વધુ કાર સવાર હતી.