Not Set/ સુરત: અંતિમ તારીખ 31 ડિસેમ્બર, હજી 10 લાખ HSRP નંબર પ્લેટ વિનાના વાહનો બાકી

સુરત, સુરત આરટીઓ કચેરીમાં છેલ્લા ઘણા સમયથી એચએસઆરપી નંબર પ્લેટ લગાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. આરટીઓના આંકડા મુજબ શહેરમાં કુલ 27 લાખથી પણ વધુ વાહનો છે. જુના વાહનોની હાઇસિક્યુરિટી નંબર પ્લેટ લગાવવા ના આદેશ બાદ આ કામગીરી શરૂ કરવામાં આવી હતી. પરંતુ લોકોમાં ઉત્સાહના અભાવે સમય પર આ કામગીરી પુરી શકાઇ ન હતી. વારંવાર […]

Rajkot Gujarat Trending
mantavya 170 સુરત: અંતિમ તારીખ 31 ડિસેમ્બર, હજી 10 લાખ HSRP નંબર પ્લેટ વિનાના વાહનો બાકી

સુરત,

સુરત આરટીઓ કચેરીમાં છેલ્લા ઘણા સમયથી એચએસઆરપી નંબર પ્લેટ લગાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. આરટીઓના આંકડા મુજબ શહેરમાં કુલ 27 લાખથી પણ વધુ વાહનો છે.

જુના વાહનોની હાઇસિક્યુરિટી નંબર પ્લેટ લગાવવા ના આદેશ બાદ આ કામગીરી શરૂ કરવામાં આવી હતી. પરંતુ લોકોમાં ઉત્સાહના અભાવે સમય પર આ કામગીરી પુરી શકાઇ ન હતી.

વારંવાર અંતિમ તારીખ લંબાવવી પડી હતી આ વખતે પણ અંતિમ તારીખ 31 ડિસેમ્બર નજીક આવી રહી છે પરંતુ પચાસ ટકા વાહનોમાં જ નંબર પ્લેટ લગાવી શકાય છે.

કુલ વાહનો માંથી 13.5 લાખ વાહનોમાં એચએસઆરપી નંબર પ્લેટ લગાવી શકાય છે, હજી 10 લાખ વાહનોમાં.બાકી છે. આરટીઓ માં સરેરાશ 1000 વાહનો નંબર પ્લેટ લગાવવા માટે આવી રહ્યા છે. આ જ એવરેજથી વાહનો આવે તો પણ અંતિમ તારીખ સુધીમાં માત્ર 3 લાખ વાહનોની જ નંબર પ્લેટ લાગી શકે.