આપઘાત/ રંગીલા રાજકોટમાં આપઘાતનો ચિંતાજનક વધારો, છેલ્લા 5 વર્ષમાં 2000થી વધુ આપઘાતના બનાવ

એક અઠવાડિયાની વાત કરીએ તો સાત દિવસમાં 12થી વધુ લોકોએ આત્મહત્યા કરી લીધી છે. વળી વારંવાર સામૂહિક આપઘાતના કેસો પણ સામે આવે છે.

Top Stories Rajkot Gujarat
રાજકોટમાં
  • રાજકોટમાં આપઘાતનો ચિંતાજનક વધારો
  • રંગીલું રાજકોટ આપઘાતનું કેપીટલ શહેર
  • છેલ્લા 7 દિવસમાં 12થી વધુ આપઘાત
  • છેલ્લા 5 વર્ષમાં 2,104 આપઘાતના બનાવ
  • આર્થિક ભીંસ, પ્રેમ સબંધ, ઘરકંકાશ મુખ્ય કારણો

રાજકોટમાં આપઘાતના કેસમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે.અને જાણે રંગીલું રાજકોટ આપઘાતનું કેપીટલ શહેર બનતું જઇ રહ્યું છે.ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં છેલ્લા 7 દિવસમાં 12 થી વધુ આપઘાતના બનાવો સામે આવ્યા છે.જયારે જાન્યુઆરી 2022 થી 8 માર્ચ 2022 સુધીમાં 100 થી વધુ આપઘાત કેસ નોંધાયા છે.જ્યારે છેલ્લા 5 વર્ષમાં 2, 104 આપઘાતના બનાવ સામે આવ્યા છે.જો કે, વાત કરીએ આપઘાતના કારણોની તો આર્થિક ભીંસ, પ્રેમ સબંધ અને ઘરકંકાશ, માણસની એકલતા સહિતના આપઘાતના મુખ્ય કારણો રહ્યા છે.

એક અઠવાડિયાની વાત કરીએ તો સાત દિવસમાં 12થી વધુ લોકોએ આત્મહત્યા કરી લીધી છે. વળી વારંવાર સામૂહિક આપઘાતના કેસો પણ સામે આવે છે. વેપારીઓ પોતાના પરિવાર સહિત મોત વહાલુ કરતા હોય તેવા કિસ્સા પણ હ્રદય હચમચાવી મૂકે છે.

રાજકોટમાં આપઘાતનો ચિંતાજનક વધારો

  • 2016માં 408 આપઘાતના કેસ નોંધાયા
  • 2017માં 434 આપઘાતના કેસ નોંધાયા
  • 2018 માં 438 આપઘાતના કેસ નોંધાયા
  • 2019 માં 403 આપઘાતના કેસ નોંધાયા
  • 2020 માં 421 આપઘાતના કેસ નોંધાયા

જાન્યુ.2022થી 8 માર્ચ 2022 સુધીમાં 100 વધુ કેસ

રાજકોટમાં આત્મહત્યાનો આંકડો ચોંકાવનારો છે. જેના અનેક કારણો છે. મુખ્યત્વે કારણોમાં આર્થિક ભીંસ, પ્રેમ સંબંધ અને ઘર કંકાસ મુખ્ય કારણો છે. પારિવારિક ઝઘડાને કારણે આત્મહત્યા કરનારા લોકોનું પ્રમાણ પણ વધી રહ્યુ છે. આ વિશે મનોવિજ્ઞાન ભવન દ્વારા જાણવા મળ્યુ કે, તેમની પાસે અઠવાડિયામા 20 થી 22 લોકો એવા આવે છે, જેઓ આત્મહત્યાના વિચારોથી પીડાય છે. જેઓ કોઈને કોઈ કારણોસર આત્મહત્યા કરવા માંગે છે. જેમનું અમે કાઉન્સેલિંગ કરીએ છીએ.

આ પણ વાંચો :વડોદરામાં નેશનલ હાઇવે પાસે યુવતીની લાશ મળી આવી,હત્યારે હાથ કાપી નાંખ્યો

આ પણ વાંચો :ભાગેડૂ સાંડેસરા બંધુ પર મનીલોન્ડ્રિંગ એક્ટ હેઠળ ઇડીની કાર્યવાહી, જાણો શું હાથ લાગ્યું ?

આ પણ વાંચો :મહિલાઓને પર્સનલ લોનની લાલચ આપી મહિલા દિઠ રૂ.3000ની ઉઘરાણી કરી ગઠીયો ફરાર

આ પણ વાંચો :મમતા થઇ શર્મસાર, એક સાથે બે નવજાત શિશુ ત્યજાયેલી હાલતમાં મળી આવ્યા