Gujarat Election/ કોંગ્રેસના દાંતાના ધારાસભ્ય પર હુમલા મામલે રાહુલ ગાંધીએ ભાજપ પર કર્યા પ્રહાર,ન ડરે હૈ ,ન ડરેગે,ડટ કર લડેગેં….

આ મામલે પૂર્વ કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું છે અને આ ઘટનાની સખત શબ્દોમાં નિંદા કરી છે.

Top Stories Gujarat Gujarat Assembly Election 2022
1 58 કોંગ્રેસના દાંતાના ધારાસભ્ય પર હુમલા મામલે રાહુલ ગાંધીએ ભાજપ પર કર્યા પ્રહાર,ન ડરે હૈ ,ન ડરેગે,ડટ કર લડેગેં....

ગુજરાત વિધાનસભાના બીજા તબક્કાનું મતદાન થવા જઇ રહ્યો છે ત્યારે આજે અનેક અનિચ્છનીય ઘટનાઓ સામે આવી રહી છે. આજે છેલ્લી રાત છે એટલે ઉમેદવારો મતદારોને આકર્ષવા મહેનત કરી રહ્યા છે જ્યારે અનેક પાર્ટીઓ ગુંડાગર્દી પર ઉતરી આવે છે. આજે દાંતાના કોંગ્રેસ ધારાસભ્ય પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે ,તેમની ગાડિને રોકીને તેમને મારી નાંખવાનું કાવતરૂ રચ્યું હતું. ગાડી પલટી મારી ગઇ હતી,ભાજપે હુમલો કરાવ્યો હોવાનો આક્ષેપ લાગી રહ્યા છે. હજુપણ દાંતાના કોંગ્રેસ ધારાસભ્ય કાંતિ ભાઇ ખરાડી લાપતા છે.આ મામલે પૂર્વ કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું છે અને આ ઘટનાની સખત શબ્દોમાં નિંદા કરી છે. કોંગ્રેસના દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી પર ભાજપના ગુંડાઓએ જીવલેણ હુમલો કર્યો છે, તે હાલ લાપતા છે.

 

 

કોંગ્રેસે ચૂંટણી પંચ પાસે વધારાની અર્ધસૈનિક દળની માંગ કરી હતી પરતું પંચ ઉંઘતું રહ્યુ ,રાહુલ ગાંધી ભાજપને કહ્યું ન ડરે હૈ ન ડરેગે ,ડટ કર મુકાબલા કરેગે તેવી વાત ટ્વિટમાં કરી એ.