Not Set/ પાકિસ્તાનના લાહોરમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ, દિલ્હી સુધી અનુભવાયા આંચકા

દિલ્હી એનસીઆર સહિત ઉત્તર ભારતના અનેક શહેરોમાં મંગળવારે ભારે આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપને કારણે લોકોમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. લોકો તેમની ઓફિસો અને ઘરોની બહાર નીકળી ગયા. દિલ્હી ઉપરાંત પંજાબ, હરિયાણા અને કાશ્મીર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. મંગળવારે સાંજે 4.35 વાગ્યે આંચકા અનુભવાયા હતા. આ ધરતીકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ […]

Top Stories World Videos
AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAMAHI 18 પાકિસ્તાનના લાહોરમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ, દિલ્હી સુધી અનુભવાયા આંચકા

દિલ્હી એનસીઆર સહિત ઉત્તર ભારતના અનેક શહેરોમાં મંગળવારે ભારે આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપને કારણે લોકોમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. લોકો તેમની ઓફિસો અને ઘરોની બહાર નીકળી ગયા. દિલ્હી ઉપરાંત પંજાબ, હરિયાણા અને કાશ્મીર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. મંગળવારે સાંજે 4.35 વાગ્યે આંચકા અનુભવાયા હતા.

આ ધરતીકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.1 માપવામાં આવી છે. આ ભૂકંપનું કેન્દ્ર પાકિસ્તાન હતું. પાકિસ્તાનની ઉત્તર પશ્ચિમ દિશામાં લાહોરથી આશરે 173 કિલોમીટર દૂર આવેલા જાટલાન વિસ્તાર ભૂકંપનું કેન્દ્ર હતું. આ સ્થાન પાકિસ્તાનના રાવલપિંડી નજીક હોવાનું જણાવાયું છે.

હરિયાણા, પંજાબ, દિલ્હી, કાશ્મીર, હિમાચલ પ્રદેશમાં પણ વિવિધ સ્થળોએ ભૂકંપના આંચકા અનુભવાયા છે.

પંજાબના અમૃતસર, લુધિયાણા, ચંડીગ, ગુરદાસપુરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. જ્યારે હરિયાણા ગુરૂગ્રામમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ અને મેરઠમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.