- રાધનપુર વિધાનસભા પેટા ચુંટણી
- 19 ચૂંટણી ફોર્મ ઉમેદવારો લઈ ગયા
- 10 ફોર્મ માત્ર ઠાકોર સમાજ નાં આગેવાને લીધા
- રાધનપુરમાં ઠાકોર સમાજનો છે દબદબો
- ઠાકોર મતબેંક વિભાજન થાય તેવી વકી
- અલ્પેશ ઠાકોરની જીત લોઢાનાં મેખ ચાવવા સમાન
રાધનપુર વિધાનસભા પેટા ચૂંટણી મામલે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. અને આ સમાચાર ભાજપનાં કહેવાતા (હજુ સત્તાવાર જાહેરાત થઇ નથી) ઉમેદવાર અલ્પેશ ઠાકોર માટે વધું ટેન્શન જનમાવતા છે. જો રાધનપુર બેઠક માટે અલ્પેશ ઠાકોરને ભાજપમાંથી ટિકીટ મળશે, તો પણ રાધનપુર બેઠક જીતવી તે અલ્પેશ ઠાકોર માટે લોઢાનાં ચણા ચાવવા જેવી વાત સાબિત થવાની વકી છે.
રાધનપુર બેઠકની પેટા ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે અને ભાજપ અને કોંગ્રેસ આ બેઠકમાં એડીચોટીનું જોર લગાવશે તે વાત પણ પાકી જ છે. બનેં દરેક બાબતોને ધ્યાને લીધા બાદ જ પોતાનાં ઉમેદવારો જાહેર કરશે તે પણ નરી હકીકત છે. રાધનપુર બેઠકમાં કોંગ્રેસનો દબદબો પહેલેથી જ રહ્યો છે અને ઠાકોર સમાજની બહુમત વસ્તી ઘરાવતી આ બેઠક માટે ઠાકોર સમાજની રાજી અને રજામંદી રાધનપુરનું ભાવી નક્કી કરતું હોય છે.
પેટા ચૂંટણી જાહેર થતા ચૂંટણી અધિકારીની કચેરી ખાતેથી અત્યાર સુધીમાં 19 ચૂંટણી ફોર્મ વિવધ ઉમેદવારો દ્વારા ઉપાડવામાં આવ્યા છે. આ તમામ 19 ફોર્મમાંથી 10 ફોર્મ તો માત્ર ઠાકોર સમાજનાં આગેવાનો દ્વારા જ ઉમેદવારી કરવાનાં હેતુથી ઉપાડવામાં આવ્યા છે. આ જોતા ભાજપનાં(હજુ જાહેર કરેલા નથી) ઉમેદવાર મનાતા અલ્પેશ ઠાકોરની મુસીબત વધી શકે છે.
રાધનપુરમાં ઠાકોર સમાજનો એક મોટો જનસમુહ છે. જો ઠાકોર મતબેંક વિભાજીત થાય, તો અલ્પેશ ઠાકોરની જીત અશકય છે. ઉલ્લેખનીય છે કે રાધનપુરમાં અલ્પેશ ઠાકોરનાં કોંગ્રેસમાંથી ભાજપમાં પક્ષપલટા અને કોંગ્રેસમાંથી તેમજ રાજીનામા બાદ ઠાકોર સમાજમાં વિરોધ જોવા મળી રહ્યો છે. સાથે સાથે કોંગ્રેસ પણ પોતાનાં દબદવાવાળી આ બેઠકને બચાવીને, બાગી અલ્પેશ ઠાકોરને પાઠ ભણાવવા એડીચોટીનું જોર લગાવવામાં કસર છોડશે નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.