સેટેલાઇટ કથિત ગેંગરેપ કેસમાં મહિલા ક્રાઈમ બ્રાન્ચે બી સમરી ભરીને તેને મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની સમક્ષ રજૂ કરી છે. કોર્ટની સમક્ષ સમરી ભર્યા બાદ આ કેસની સાથે સંડોવાયેલા આરોપીઓને ક્લીન ચીટ મળી છે.
મેટ્રોકોર્ટ ફરિયાદીની સામે નોટિસ કાઢીને આગામી 14મી ડિસેમ્બરે કોર્ટની સમક્ષ હાજર રહેવાનો હુકમ જારી કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે આ કેસમાં જે આરોપીઓ સંડોવાયેલા છે તેમની સામે હવે બી સમરી રિપોર્ટ મહિલા ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી પન્ના મોમાયા દ્વારા મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ કોર્ટની સમક્ષ ફાઈલ કરી છે.
જેમાં 40 જેટલા પાનાંની આ સમરી રિપોર્ટમાં મહિલા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અનેક દસ્તાવેજી પુરાવાને ટાંકવામાં આવ્યા છે. કોર્ટે અન્ય જરૂરી દસ્તાવેજોને પણ કોર્ટની સમક્ષ રજુ કરવાની ટકોર કરી હતી. એટલું જ નહિ આગામી 14મી ડિસેમ્બરે કોર્ટમાં ફરિયાદીએ હાજર રહેવા માટેની નોટિસ પણ કોર્ટ તરફથી જાહેર કરવામાં આવી હતી.