Not Set/ CM મનોહરલાલ ખટ્ટર અને ભાજપ નેતા વિક્રમ સૈનીનાં નિવેદનને પાકિસ્તાને બનાવ્યો હથિયાર

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ પાકિસ્તાન ગુસ્સે ભરાયું છે અને કાશ્મીરને આંતરરાષ્ટ્રીય મુદ્દો બનાવવા માટે જોરશોરથી પ્રયાસ કરી રહ્યું છે. તેમણે ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્રને પત્ર લખીને જમ્મુ-કાશ્મીરમાં માનવાધિકારનાં ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીનાં નિવેદન ઉપરાંત પાકિસ્તાને હરિયાણાનાં સીએમ મનોહરલાલ ખટ્ટરનાં કાશ્મીરી છોકરીઓ વાળા નિવેદનોનો પણ ઉલ્લેખ કર્યો છે. હરિયાણાનાં સીએમ ખટ્ટરે […]

Top Stories India
pjimage 99 CM મનોહરલાલ ખટ્ટર અને ભાજપ નેતા વિક્રમ સૈનીનાં નિવેદનને પાકિસ્તાને બનાવ્યો હથિયાર

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ પાકિસ્તાન ગુસ્સે ભરાયું છે અને કાશ્મીરને આંતરરાષ્ટ્રીય મુદ્દો બનાવવા માટે જોરશોરથી પ્રયાસ કરી રહ્યું છે. તેમણે ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્રને પત્ર લખીને જમ્મુ-કાશ્મીરમાં માનવાધિકારનાં ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીનાં નિવેદન ઉપરાંત પાકિસ્તાને હરિયાણાનાં સીએમ મનોહરલાલ ખટ્ટરનાં કાશ્મીરી છોકરીઓ વાળા નિવેદનોનો પણ ઉલ્લેખ કર્યો છે.

હરિયાણાનાં સીએમ ખટ્ટરે 10 ઓગષ્ટ 2019 નાં રોજ કહ્યું હતું કે, અગાઉ પુત્રવધૂ બિહારથી લાવવામાં આવી હતી, પરંતુ હવે અમે કાશ્મીરથી પુત્રવધૂ લાવીશુ. જો કે, બાદમાં તેમણે પોતાનું નિવેદન સ્પષ્ટ કર્યું અને લિંગ રેશિયાનો હવાલો આપ્યો. પાકિસ્તાને 6 ઓગષ્ટ 2019 નાં રોજ ભાજપનાં ધારાસભ્ય વિક્રમ સૈનીનાં નિવેદનનો પણ સમાવેશ કર્યો હતો. જેમા વિક્રમ સૈનીએ કહ્યું હતું કે, હવે પાર્ટીનાં મુસ્લિમ કાર્યકરો કાશ્મીરની ગોરી છોકરીઓ સાથે લગ્ન કરી શકે છે. 10 ઓગષ્ટે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, કાશ્મીરની સ્થિતિ ખરાબ દિશા તરફ જઈ રહી છે. કાશ્મીરમાં હિંસા અને લોકોનાં મોતનાં સમાચાર છે.

પાકિસ્તાનનાં માનવાધિકાર મંત્રી શિરીન માજરીએ બુધવારે સંયુક્ત રાષ્ટ્રનાં અધિકારીઓને પત્ર લખીને ભારત પર કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય માનવાધિકાર કાયદાઓનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો. સંયુક્ત રાષ્ટ્રનાં 18 વિશેષ અધિકારીઓને લખેલા પત્રમાં, માજરીએ તેમને કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય માનવાધિકાર કાયદાઓનાં કથિત ઉલ્લંઘનને રોકવા માટે દરમિયાનગીરી કરવા જણાવ્યું છે. માજરીએ સંયુક્ત રાષ્ટ્રને અપીલ કરી છે કે ભારતને અનુરોધ કરે કે કાશ્મીરમાં સંદેશા વ્યવહારનાં બંધનોનો અંત લાવવામાં આવે, તેની આંતરરાષ્ટ્રીય માનવાધિકારની જવાબદારી પૂરી કરવા અને સંયુક્ત રાષ્ટ્રનાં નિયમો અનુસાર તેની સુરક્ષા દળોનું સંચાલન સુનિશ્ચિત કરે.

જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો પાછો ખેંચવા માટે કલમ 370નાં મોટાભાગની જોગવાઇઓને રદ્દ કરવા અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભાગલા પાડવા પર પાકિસ્તાને તીવ્ર પ્રતિક્રિયા આપી હતી અને સાથે આ જ કારણ છે કે બંને દેશો વચ્ચે તણાવ વધ્યો હતો. ભારતે આંતરરાષ્ટ્રીય સમુદાયને સ્પષ્ટ કહ્યું છે કે, કલમ 370 ની મોટાભાગની જોગવાઈઓ રદ્દ કરવી એ આંતરિક બાબત છે અને પાકિસ્તાનને પણ આ સત્યને સ્વીકારવાની સલાહ આપી છે. ઉલ્લેખનીય છે કે આ સમયે પાકિસ્તાનમાં બેઠેલા રાજનેતાઓ જમ્મુ-કાશ્મીરને લઇને ન્યાય અપાવવાની માંગ કરતા વિશ્વભરનાં દેશોની મદદ માંગી રહ્યા છે, પરંતુ તે વાત પણ સ્પષ્ટ છે કે આ મામલે મોટા ભાગનાં દેશોએ તેને દ્વીપક્ષીય મુદ્દો સમજતા કિનારો કરી દીધો છે. જોવાનુ રહેશે કે આ મામલે પાકિસ્તાન આવતા સમયમાં કેટલી હદ સુધી જઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.