Not Set/ જસદણ: ભાજપના કાર્યકર્તાઓનું પાર્ટીમાં માન-સન્માન જળવાતું નથી: અમિત ચાવડા

જસદણ, તાજેતરમાં 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યા છે. જેમાં કોંગ્રેસ પાર્ટીએ 3 રાજ્યોમાં પંજાને જીત અપાવી છે. કોંગ્રેસની ઐતિહાસિક જીત થતાં સમગ્ર દેશમાં અને ગુજરાતમાં પણ કોંગી કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ અંગે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે પ્રેસ કોન્ફરન્સ બોલાવી જણાવ્યું હતું કે, જે ભાજપના નેતાઓ કોંગ્રેસ મુક્ત ભારતની વાતો કરતાં હતા. […]

Top Stories Gujarat Others
mantavyanews જસદણ: ભાજપના કાર્યકર્તાઓનું પાર્ટીમાં માન-સન્માન જળવાતું નથી: અમિત ચાવડા

જસદણ,

તાજેતરમાં 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યા છે. જેમાં કોંગ્રેસ પાર્ટીએ 3 રાજ્યોમાં પંજાને જીત અપાવી છે. કોંગ્રેસની ઐતિહાસિક જીત થતાં સમગ્ર દેશમાં અને ગુજરાતમાં પણ કોંગી કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ અંગે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે પ્રેસ કોન્ફરન્સ બોલાવી જણાવ્યું હતું કે, જે ભાજપના નેતાઓ કોંગ્રેસ મુક્ત ભારતની વાતો કરતાં હતા. તેમની સામે હવે કોંગ્રેસ યુક્ત ભારત બની રહ્યું છે.

ભાજપના કાર્યકર્તાઓનું પાર્ટીમાં માન-સન્માન જળવાતું નથી અને કોંગ્રેસમાંથી ઉછીના આવેલા નેતાઓ સાથે મળીને સામ-દામ-દંડ-ભેદનો ઉપયોગ કરીને કોંગ્રેસના ચુંટાયેલા પ્રતિનિધિઓને તોડવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.

જસદણ વિધાનસભા અમે બહુમતીથી જીતીશું: શિક્ષણ મંત્રી

તો ગત બુધવારે જસદણની ચૂંટણીમાં અમે ચોક્કસ ચૂંટણી જીતીશુંનો આત્મવિશ્વાસ ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ વ્યક્ત કર્યો હતો.તો કોંગ્રેસની બેવડી નીતિ પર પ્રહાર કર્યા હતાં.

પેટાચૂંટણી જસદણમાં જોર લગાવવા ભાજપના પ્રદેશ નેતાઓ મનોમંથન કરી રહ્યાં છે, આ મામલે કમલમમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે. આગામી 21 અને 22 ડિસેમ્બરે કેવડિયા ખાતે દેશના અલગ અલગ રાજ્યોના ડીજીપી કોન્ફરન્સ છે.

જેમાં પીએમ મોદી ખાસ ઉપસ્થિત રહેવાના હોવાથી તેમની સુરક્ષા, પ્રોટોકોલ વ્યવસ્થા સંબંધિત અન્ય જવાબદારીઓ માટે અને ત્યારબાદ વાઇબ્રન્ટ સમિટ હોવાથી કોઈ એક મંત્રીને વધુ જવાબદારી આપવી જરૂરી છે.

શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કોંગ્રસની જીત પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે, ઇવીએમ મુદ્દે કોંગ્રેસનું બેવડૂં વલણ  છે અને પરંતુ જસદણ વિધાનસભા ચૂંટણી અને લોકસભાની ચૂંટણી પર કોઇ અસર જોવા નહી મળે.