Not Set/ ભારત અને ફ્રાંસના ગઠબંધનના સૌથી મોટા સાથી સૂર્ય દેવતા છે : પીએમ મોદી

દિલ્લી, ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મૈક્રો ભારતની ચાર દિવસની મુલાકાતે છે. શનિવારે ફ્રાંસના રાષ્ટ્રપતિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી અને બંને દેશો વચ્ચે ૧૪ મહત્વપૂર્ણ કરારો થયા હતા. ત્યારબાદ રવિવારે મૈક્રો રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય સોલાર એલાયંસ સમિટમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા જ્યાં તેઓનું પીએમ મોદીએ સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે પીએમ મોદીએ […]

Top Stories
nn ભારત અને ફ્રાંસના ગઠબંધનના સૌથી મોટા સાથી સૂર્ય દેવતા છે : પીએમ મોદી

દિલ્લી,

ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મૈક્રો ભારતની ચાર દિવસની મુલાકાતે છે. શનિવારે ફ્રાંસના રાષ્ટ્રપતિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી અને બંને દેશો વચ્ચે ૧૪ મહત્વપૂર્ણ કરારો થયા હતા. ત્યારબાદ રવિવારે મૈક્રો રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય સોલાર એલાયંસ સમિટમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા જ્યાં તેઓનું પીએમ મોદીએ સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે પીએમ મોદીએ જણાવ્યું હતું કે, “ભારત અને ફ્રાંસના ગઠબંધનના સૌથી મોટા સાથી સૂર્ય દેવતા જ છે”.

સોલાર એલાયંસ સમિટમાં સંબોધતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે,

ભારતમાં વેદોએ હજારો વર્ષથી સૂર્યને વિશ્વની આત્મા માની છે. ભારતમાં સૂર્યને આખા જીવનનો પોષક મનાય છે.

આજે જ્યારે આરણે કલાયમેટ ચેન્જના ગંભીર પડકારને ઉકેલવાનો રસ્તો શોધી રહ્યા છીએ, ત્યારે પ્રાચીન દર્શનને સંતુલન અને તેના દ્રષ્ટિકોણની તરફ જોવું પડશે. આપણું ભવિષ્ય એ વાત પર નિર્ભર કરે છે કે આપણે સાથે મળીને શું કરી શકીએ છીએ.

ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સનો નાનાકડો છોડ તમામના પ્રયાસ અને પ્રતિબદ્ધતાના બીજ રોપ્યા વગર થઇ જ ના શકયું હોત. આથી હું ફ્રાન્સનો અને તમારા બધાનો આભારી છું.

૧૨૧ સંભવિત દેશોમાંથી ૬૧ આ એલાયન્સની સાથે જોડાઈ ચૂકયા છે અને ૩૨ દેશોએ રૂપરેખા પર કરાર કરી સહમતિ વ્યક્ત કરી દીધી છે.

ભારતમાં દુનિયાનું સૌથી મોટું રિન્યુએલબલ એનર્જી વિસ્તાર કાર્યક્રમ શરૂ કર્યો છે. અમે ૨૦૨૨ સુધીમાં આમાંથી ૧૭૫ ગીગા વોટ વીજળી ઉત્પન્ન કરીશું જેમાં ૧૦૦ ગીગાવોટ વીજળી સૌરથી હશે.

સોલાર સિસ્ટમને વધુ સુઘડ બનવતા તેઓએ કહ્યું,

સારી અને સસ્તી સોલાર પોઈન્ટ બધા માટે સુલભ હોવી જોઈએ.

પોતાની ઉર્જાની જરૂરિયાત પ્રમાણે સોલાર એનર્જીનું ઉત્પાદન વધારવું પડશે.

સોલાર પ્રોજેક્ટ માટે ફંડની વ્યવસ્થા કરવામાં આવશે.

ઇનોવેશનમાં વધારો કરવામાં આવશે.

સોલાર ટેકનોલોજી મિશન શરુ કરવામાં આવશે.

સોલાર એનર્જીમાં વધારો કરવા માટે ટેકનોલોજી જરૂરી છે.

આ સોલાર એલાયંસમાં ૧૨૧ દેશો જોડાઈ રહ્યા છે અને આ સમિટનો મુખ્ય ઉદ્દેશ અહિયાં ભાગ લેવાવાળા દેશોને સસ્તી, સ્વચ્છ ઉર્જા આપવાનો છે. મહત્વનું છે કે, આ આંતરરાષ્ટ્રીય સોલાર એલાયંસનો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદે દ્વાર ૨૦૧૫માં કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ ૨૦૧૬માં આ એલાયંસનો પાયો ગુડગાંવમાં નાખવામાં આવ્યો હતો.