મરાઠા અનામતના મુદ્દા પર સોમવારના રોજ સુપ્રીમ કોર્ટમાં સુનવણી શરૂ થઇ ગઇ. પાંચ જજોની બેન્ચે આ કેસને 18મી માર્ચ સુધી સતત સાંભળશે. સુપ્રીમ કોર્ટે સોમવારના રોજ સુનાવણી દરમ્યાન કહ્યું કે અનામતના મુદ્દા પર તમામ રાજ્યોને સાંભળવા જરૂરી છે. સુપ્રીમ કોર્ટે તમામ રાજ્ય સરકારોને નોટિસ રજૂ કરીને પૂછયું કે શું અનામતની મર્યાદાને 50 ટકાથી વધુ વધારી શકાય છે?
સોમવારના રોજ સુનવણી દરમ્યાન વકીલ ગોપાલ શંકરનારાયણ દ્વારા કહ્યું કે અનામત મુદ્દા પર કેટલાંય રાજ્યો દ્વારા ઉઠાવામાં આવેલા અલગ-અલગ વિષયોનો છે. અનામત સાથે જોડાયેલા અલગ-અલગ કેસ છે જે આ કેસ સાથે જોડાયેલ છે.
સુનાવણી દરમ્યાન વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે આ કેસમાં આર્ટિકલ 342 Aની વ્યાખ્યા પણ સામેલ છે, જે તમામ રાજ્યોને પ્રભાવિત કરશે. આથી એક અરજી દાખલ કરાઇ છે જેમાં તમામ રાજ્યોને સાંભળવા જોઇએ, તમામ રાજ્યોને સાંભળ્યા વગર આ કેસમાં નિર્ણય કરી શકાય નહીં.
વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે કેસમાં તમામ રાજ્યો પાસેથી સંવૈધાનિક પ્રશ્ન કરાયો, કોર્ટે માત્ર કેન્દ્ર અને મહારાષ્ટ્રની સુનવણી કરવી જોઇએ નહીં, તમામ રાજ્યોને નોટિસ રજૂ કરવી જોઇએ.
શું છે વિવાદ?
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં મરાઠાઓને અનામત આપવાની વાત લાંબા સમયથી થતી રહી છે. 2018ની સાલમાં રાજ્ય સરકારે શિક્ષણ-નોકરીમાં 16 ટકા અનામત આપવાનો કાયદો બનાવી દીધો હતો. જો કે હાઇકોર્ટે પોતાના એક આદેશમાં તેની મર્યાદાને ઓછી કરી દીધી હતી. પરંતુ જ્યારે કેસ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો તો સુપ્રીમ કોર્ટે તેના પર પ્રતિબંધ મૂકી દીધો. સુપ્રીમ કોર્ટે આ કેસને મોટી બેન્ચને સોંપી દીધો અને વિવિધ રીતે તેની સુનાવણી કરવાની વાત કરી છે.