Political/ મેટ્રોમેન શ્રીધરનને મુખ્ય ચહેરો બતાવવાની ઉતાવળ કેમ ?

મેટ્રોમેન શ્રીધરનને મુખ્ય ચહેરો બતાવવાની ઉતાવળ કેમ ?

Top Stories Mantavya Exclusive India Mantavya Vishesh
high court 1 મેટ્રોમેન શ્રીધરનને મુખ્ય ચહેરો બતાવવાની ઉતાવળ કેમ ?

૮૮  વર્ષીય મેટ્રોમેનને ધારાસભ્યની ટિકિટ આપવાથી શું ભાજપના ૭૫ વર્ષથી વધુ વયના રાજકારણીનું સંગઠન અને સરકારથી દૂર રાખવાના પોતાના જ સિધ્ધાંતોનો ઉલાળીયો નહિ થાય ? નિષ્ણાતોનો સવાલ

સ્થાપના કાળથી જે રાજ્ય એટલે કે કેરળ કોનો ડાબેરી વિચારધારાવાળા પક્ષોના હાથમાં રહ્યું છે.અથવા તો કોંગ્રેસ અને તેના સાથીઓના હાથમાં જે રાજ્ય રહ્યું છે તે દક્ષિણ અને દેશના સૌથી શિક્ષિત રાજ્યોમાં જેની ગણના થાય છે તે કેરળમાં વિધાનસભાની ચૂંટણી ચાર તબક્કામાં યોજાવાની છે. આ રાજ્યમાંથી ભાજપનો કોઈપણ સંસદસભ્ય ક્યારેય ચૂંટાયો નથી. ધારાસભામાં એકમાત્ર છે. કેરળમાં હાલ વિજયનની આગેવાની હેઠળ ડાબેરી મોરચાની સરકાર છે અને કોંગ્રેસ વિરોધી પક્ષેે છે. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં મોટા ભાગની બેઠકો કોંગ્રેસ અને તેના સાથી પક્ષોને મળી હતી. જ્યારે બાકીની બેઠકો ડાબેરી મોરચાના ફાળે ગઈ હતી. ભાજપનું ખાતુ પણ ખુલ્યું ન હોતું. ૨૦૨૦ના અંત ભાગમાં યોજાયેલી સ્થાનિક ચૂંટણીઓમાં પણ ડાબેરીઓનો દબદબો રહ્યો હતો. વોર્ડ બેઠકો જીતવામાં ડાબેરી મોરચો પ્રથમ સ્થાને અને કોંગ્રેસ બીજા સ્થાને અને અપક્ષો અને અન્યો ત્રીજા સ્થાને હતા. જ્યારે ભાજપના આમા પણ તમામ ઉમેદવારો હાર્યા હતા. કેરળમાં ભાજપને મળતા મતોની ટકાવારી ૨૦૨૦ સુધીમાં યોજાયેલી ચૂંટણીમાં ક્યારેય ૧૦ ટકાથી વધી નથી. આ સંજાેગો વચ્ચે કર્ણાટકમાં ગમે તે રીતે પણ યેદિયુરપ્પાને બીજીવાર મુખ્યમંત્રી બનાવનાર ભાજપે કેરળમાં પોતાની તાકાત પર સરકાર રચવા વ્યૂહ તૈયાર કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમીત શાહ ચૂંટણીની જાહેરાત પહેલા કેરળની સફર કરી ચૂક્યા છે અને હજી પણ જશે જ.

himmat thhakar મેટ્રોમેન શ્રીધરનને મુખ્ય ચહેરો બતાવવાની ઉતાવળ કેમ ?

હવે આ કેરળમાં અસરકાર દેખાવ કરીને સત્તા કબ્જે કરવાનો રોડ મેપ તૈયાર થઈ રહ્યો છે. મેટ્રોમેન તરીકે જાણીતા બનેલા રેલ્વે બોર્ડના વડા શ્રીધરને ૮૮ વર્ષની ઉંમરે ભાજપને સેવાનું અને કેરળના ઉધ્ધારનું શ્રેષ્ઠ માધ્યમ છે તેમ જણાવી ભાજપમાં પ્રવેશ કર્યો છે અને સામાન્ય રીતે રાજકારણમાંથી નિવૃત્ત લેવાની કે વધુ માં વધુ રાજ્યપાલ બની શકે તેવી ઉંમર છે ત્યારે તેમણે પોતાની જાત કેરળને સમર્પિત કરતા હોય તેમ કેરળમાં ડાબેરીઓ અને કોંગ્રેસની મોનોપોલી તોડીને ભાજપને સત્તા સ્થાને બેસાડવા માટે કેરળના મુખ્યમંત્રીના ઉમેદવાર બનવાની ઈચ્છા બે થી ત્રણ અખબારી મુલાકતમાં વ્યક્ત કરી છે. જે બાબતમાં કેરળના એક માત્ર ભાજપી ધારાસભ્ય રાજગોપાલને પણ સૂર પૂરાવ્યો છે અને શ્રીધરન એક બેદાગી નિર્દોષ અને વિકાસપુરૂષની વ્યાખ્યામાં આવી શકે તેવો ચહેરો છે તેવું જણાવીને તેમને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરી કેરળ વિધાનસભાની ચૂંટણી લડાવવા ભલામણ કરી છે. રાજકીય વિશ્લેષકોએ તો કેરળમાં ભાજપે શ્રીધરનના ખભા ઉપર રાખેલી બંદુક ફોડી થીરૂવનંતપુરમમાં ગાદી સંભાળવા આગળ વધવું જાેઈએ તેમ વાત કરી છે આ અંગે અટકળો પણ તેજ બની છે. જાે કે કેન્દ્રીય મંત્રી મુરલીધરને એવી સ્પષ્ટતા કરી છે કે ભાજપના મોવડી મંડળ આ અંગે હજી સુધી કોઈ નિર્ણય લીધો નથી. જાે કે તેમ છતાંય આઅટકળો પર ભલે થોડા દિવસ માટે અલ્પવિરામ લાગ્યું હોય પરંતુ પૂર્ણ વિરામ મૂકાયું નથી.

Top BJP leaders meet, discuss Ayodhya verdict | Business Standard News

હવે આ અંગે રાજકીય નિષ્ણાતો અને ભાજપના જ કેટલાક આગેવાનો એવું કહે છે કે ભાજપે ૭૫થી વધુ વર્ષની વયના કોઈ આગેવાનને સંસદની ટિકિટ આપવી નહિ તેવું વલણ અપનાવ્યું છે તેના કારણે જ ભાજપને સત્તા સ્થાને લાવવામાં જેની મુખ્ય ભૂમિકા હતી તે લાલકૃષ્ણ અડવાણી, ડો. મુરલી મનોહર જાેશી, કલરાજ મિશ્ર, લોકસભાના પૂર્વ સ્પીકર ડો.સુમિત્રા મહાજન સહિત અડધો ડઝનથી વધુ નેતાઓની સંસદની ટિકિટ કપાઈ ગઈ હતી. જ્યારે ૭૫ વર્ષની ઉંમર થતાં પહેલા ગુજરાતમાં જ પાટીદાર મહિલા નેતા અને ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બનેલા શ્રીમતી આનંદીબેન પટેલને પહેલા મધ્યપ્રદેશના અને ત્યારબાદ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ બનાવી દેવાયા છે. જનસંઘ વખતથી પાયાના કાર્યકર અને પોતાના તળપદી શૈલીના પ્રવચનો માટે જાણીતા અને સૌરાષ્ટ્રમાં ભાજપને મજબૂત બનાવવામાં જેની આગવી અને મહત્વની ભૂમિકા છે તે વજુભાઈ વાળાને ૨૦૧૫થી રાજ્યના રાજકારણથી દૂર રાખી કર્ણાટકના રાજ્યપાલ બનાવી દેવાયા છે. હવે ભાજપે ૭૫ વર્ષથી વધુ વયના રાજકારણીઓને મુખ્યમંત્રી, સંસદસભ્ય, ધારાસભ્ય પદ જેવા હોદ્દાઓથી દૂર રાખવાનું તો ઠીક પણ સંગઠનમાં પણ જેમને માત્ર માર્ગદર્શક તરીકેની ભૂમિકા ભજવવા માટેના નિર્ણયો લીધા હોય તે પક્ષ જાે ૮૮ વર્ષના શ્રીધરનને ધારાસભાની ટિકિટ આપે અને મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવે તો તે ભાજપના નેતાઓ પોતે જ ઘડેલા નિયમોનો પોતે જ ભંગ કરે છે તેવી ટીકાનો ભોગ નહિં બને ?

Kerala: 'Metro Man' E Sreedharan formally joins BJP in Malappuram

પશ્ચિમ બંગાળમાં નેતાજી સુભાષચંદ્ર બોઝના પરિવારજન એવા અમિત બોઝને ચહેરો બનાવેલો તેમાં સફળતા મળી નથી. જ્યારે જાંબાઝ પોલીસ અધિકારી કીરણબેદી નિવૃત્તિ બાદ અન્ના હજારેના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનમાં જાેડાયા અને ત્યારબાદ ભાજપમાં પ્રવેશ કરી ૨૦૧૫માં દિલ્હી વિધાનસભાની ચૂંટણી ભાજપના મુખ્યમંત્રી પદના ચહેરા તરીકે લડ્યા તેમાં પોતે તો હાર્યા પરંતુ ભાજપને ૭૦માંથી માત્ર ત્રણ જ બેઠકો કેન્દ્રીય નેતાઓની ફોજ ઉતરી હોવા છતાં અપાવી શક્યા તે વાત ભાજપના નેતાઓ સારી રીતે જાણે છે. કેરળમાં લોકસભાની ૨૦૧૪ની ચૂંટણી સમયે હવે પૂર્વ બની ગયેલા ફાસ્ટ બોલર શ્રીસંતને થીરૂવનંતપૂરમમાં લોકસભાની બેઠક લડાવી હતી તેઓ જીત્યા તો નહિ તે પણ હકિકત છે. ટૂંકમાં ક્રિકેટમાં કાઠુ કાઢી રહેલા શ્રીસંત રાજકારણમાં ગયા તો કોંગ્રેસ અને ડાબેરીઓના હાથે ક્લીન બોલ્ડ થઈ ગયા. કયો અધિકારી રાજકારણમાં દરેક કિસ્સામાં સફળ થશે જ તેવું કોઈ કહી શકે નહિ. જાેકે ઘણા ભક્તો એવું કહેશે કે ૧૯૭૭માં દેશનું વડાપ્રધાન પદ સંભાળનાર મોરારજી દેસાઈ તે વખતે ૮૨ વર્ષના હતા. મોરારજીભાઈ તો દ્વિભાષી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહેવાની સાથે કેન્દ્ર સરકારમાં વર્ષો સુધી નાણામંત્રી પદ સંભાળી ચૂકેલા નેતા હતા. ગુજરાતમાં તેમનો મજબૂત જનાધાર હતો આ ઉપરાંત તેમની અનેક વિશિષ્ઠ લાયકાત હતી. શ્રીધરન તો ટેકનોક્રેટ છે અધિકારી છે પણ રાજકારણ માટે તો ૮૮ વર્ષની ઉંમરે તો નવા નિશાળીયામાં જ કહેવાય તેમને સુકાન સોંપી ભાજપના નેતાઓ તેમના ખભા પર બંદુક ફોડવા વિચારતા હોય અને તે રીતે પોતે ઘડેલા નિયમોનો પોતે જ ધજાગરો ઉડાડે તેવી સ્થિતિ સર્જવા માગતા હોય તો તે આત્મઘાતક નિર્ણય સાબિત થશે.

Babri Demolition Case: Advani, Joshi, Bharti to Appear in Person When  Called, Says Court

ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીમાં ૬૦ વર્ષથી વધુ વયના ઉમેદવારોને ટિકિટથી વંચિત રાખવાનું પગલું પણ ભાજપની સર્વોત્તમ સફળતાનું એક કારણ બન્યું છે અને હવે ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં આજ મોડલનો અમલ માટે વિચારાઈ રહ્યું છે ત્યારે ભાજપના મોવડી મંડળ ૮૮ વર્ષના નેતાને મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે ઘોષિત કરશે તો શું તે યોગ્ય બાબત ગણાશે ખરી ? ૭૫ વર્ષની વયના કારણે હાંસિયામાં ધકેલાઈ ગયેલા નેતાના સમર્થકો શું ચૂપ બની આ તમાશો જાેયા કરશે ? તે વાત પણ ઘણા વિશ્લેષકો કહે છે.

 

એક રાજ્ય મેળવવા કે સાચવવા પોતાના મૂલ્યોને નેવે મૂકવાનો પ્રયોગ હવે ભાજપનું મોવડી મંડળ કરશે તો તે ભાજપ જેવા પાર્ટી વીથ ડીફરન્સ કહેનારા પક્ષ માટે સારૂ તો નહીં જ હોય શ્રીધરનને ટિકિટ આપવાની ભૂલ પણ ભાજપે જાહેરાત કરી નથી અને મુખ્યમંત્રી પદનો ચહેરો બનાવ્યો નથી. જેઓ મજબૂત બનાવવા મથે છે તેવા સંઘ કેડરમાંથી અવાજ ઉઠ્યો છે. ભાજપના કેટલાક સમર્થકો એમ પણ કહે છે કે ભાજપને કેરળમાં સત્તા મેળવવા હજી ઓછામાં ઓછી દસથી પંદર વર્ષોની રાહ જાેવી પડશે. સફળ અધિકારી સારો વહિવટકર્તા બની શકે પણ સારો રાજકારણી બની જ શકે તેવી કોઈ ખાતરી નથી. કેરળ કરતા ભાજપ પશ્ચિમ બંગાળ મેળવવા અને આસામને જાળવી રાખવા મહેનત કરે છે. તે બરોબર છે. કેરળમાં પહેલા સત્તા મેળવવા માટે ગમે તેવી કવાયત કરવાને બદલે ભાજપે ત્યાં પોતાનો પાયો મજબૂત બનાવવા પગલા ભરવાની જરૂરત છે.

દેશમાં સૌથી વધુ શિક્ષિત ગણાતી પ્રજાને એવી ખાતરી કરાવવાની જરૂરત છે કે માત્ર સત્તા પાછળ દોડનારો પક્ષ નથી. ઘણા વિશ્લેષકો અને ભાજપના નેતાઓ કહે છે કે ત્રિપુરામાં ભાજપે ૨૫ વર્ષના ડાબેરી શાસનને પરાસ્ત કરી સત્તા મેળવી છે. જાે કે કેરળ એ ત્રિપુરા નથી. ત્યાંની પ્રજાએ ભૂતકાળના ખેરખાં ગણાતા કોંગ્રેસી નેતાઓને ધૂળ ચાંટતા કર્યા છે અને શાસન બાદ અભિમાનમાં રાચતા થઈ ગયેલા ડાબેરી શાસકોની પણ શાન ઠેકાણે લાવનારા શિક્ષિત મતદારોની હાજરી વાળુ રાજ્ય છે. પૂનરાવર્તન નહિ પણ પરિવર્તનના માર્ગે ચાલનારૂ પણ ચોક્કસ પ્રકારની વિચારધારાને વરેલું રાજ્ય છે. ત્યાં બીજા કોઈ પ્રયોગ ચાલી જ ન શકે.