Not Set/ મંતવ્ય બ્રેકિંગ ન્યૂઝ/ અમદાવાદનાં કલેક્ટર તરીકે કે.નિરાલા, વિક્રાંત પાંડે ડેપ્યુટેશન પર દિલ્હી

અમદાવાદનાં કલેક્ટર તરીકે કે.નિરાલાની નિયુક્તીને બહાલી આપી દેવામાં આવી છે. કે.નિરાલા 2005ની બેચના IAS છે અને પાણી પુરવઠા બોર્ડનાં મેમ્બર સેક્રેટરી પદ્દ પર હતા કે.નિરાલા. તો હવે અમદાવાદનાં કલેક્ટર તરીકે સેવા આપશે. આપને જણવી દઇએ કે, કે.નિરાલા રાજકોટનાં પૂર્વ જીલ્લા કલેક્ટર મનિષા ચંદ્રાના પતિ છે અને  બંને પતિ અને પત્ની એક IAS કપલ છે. આપને […]

Top Stories Ahmedabad Gujarat
k nirala મંતવ્ય બ્રેકિંગ ન્યૂઝ/ અમદાવાદનાં કલેક્ટર તરીકે કે.નિરાલા, વિક્રાંત પાંડે ડેપ્યુટેશન પર દિલ્હી

અમદાવાદનાં કલેક્ટર તરીકે કે.નિરાલાની નિયુક્તીને બહાલી આપી દેવામાં આવી છે. કે.નિરાલા 2005ની બેચના IAS છે અને પાણી પુરવઠા બોર્ડનાં મેમ્બર સેક્રેટરી પદ્દ પર હતા કે.નિરાલા. તો હવે અમદાવાદનાં કલેક્ટર તરીકે સેવા આપશે. આપને જણવી દઇએ કે, કે.નિરાલા રાજકોટનાં પૂર્વ જીલ્લા કલેક્ટર મનિષા ચંદ્રાના પતિ છે અને  બંને પતિ અને પત્ની એક IAS કપલ છે. આપને જણાવી દઇએ કે અમદાવાદ કલેક્ટરેટ વિક્રમ પાંડેની આજે જ બદલી કરી તેમને દિલ્હી ડેપ્યુટેશન પર મોકલવામાં આવ્યા હતા. જો કે, નવા કલેક્ટરની નિમણુંક થોડો સમય લેશે તેવી બધામાં ચર્ચા હતી. પરંતુ ગુજરાત સરકાર દ્વાર આ મામલે બિલકુલ સમય પસાર કરાયા વિના આજે જ કે નિરાલાની નિમણુંક કરી દેવામાં આવી છે.

આપને જણાવી દઇએ કે, આજે ગુરૂવારે અમદાવાદનાં જીલ્લા કલેક્ટર વિક્રાંત પાંડેને ડેપ્યુટેશન પર દિલ્હી મોકલવામાં આવ્યા છે.  અમદાવાદનાં કલેક્ટર વિક્રાંત પાંડેની બદલી પાછળ બોડકદેવનું જમીન પ્રકરણ નડ્યાની લોકચર્ચા છે. ત્યારે વિક્રાંત પાંડેને સરકાર દ્વારા ડેપ્યુટેશન પર જવાનો ઓર્ડર કરી દેવામાં આવ્યો છે. વિક્રાંત પાંડેને ત્રણ વીકમાં દિલ્હી જઈ ચાર્જ સંભાળવા આદેશ આપી દેવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.